Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વોટસન મ્યુઝિયમમાં યોજાયેલ હસ્તકલા પ્રદર્શન-નિદર્શન-વર્કશોપને વ્યાપક પ્રતિસાદ

પ્રેસ્ડ-પ્રિઝર્વ્ડ વનસ્પતિ શાસ્ત્રથી મુલાકાતીઓ થયા માહિતગાર

રાજકોટ તા. ર૮: ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હસ્તકના રાજકોટ જયુબિલી બાગ સ્થિત વોટસન મ્યુઝિયમમાં પ્રાચીન ભવ્ય સાંસ્કૃતિક વાસો જતન પૂર્વક સચવાયેલ છે.

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉજવણી અંતર્ગત હસ્તકલાને પ્રોત્સાહન મળે અને આત્મનિર્ભર બને એ ઉમદા ઉદેશ્યથી કુ. નિયતિ શાહના હસ્તે સર્જાયેલ ગુજરાતની પરંપરાગત બાંધણી કલાને નવા સ્વરૂપે ''ટાય એન્ડ ડાય'' બાંધણી હસ્તકલા પ્રદર્શન-નિદર્શન-વર્કશોપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો.

કુ. નિશી ભોરણીયા અને કુ. રીયા ખોયાણીના હસ્તે સર્જાયેલ પ્રિઝર્વડ પ્રેસ્ડ બોટનીકલ કલાકૃતિઓનું વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવેલ. જેમાં પ્રેસ્ડ પ્રિઝર્વ્ડ ''દબાયેલ સાચવેલ'' વનસ્પતિશાસ્ત્ર અને ફૂલોના સૌંદર્યને કાયમ માટે જાળવણી કરેલ ઘણા નમૂના મુલાકાતીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુલાબ, પીળા પારિજાત, કૃષ્ણવેલ વગેરે હતા તેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ''બર્ડ આઇ ચિલી'' કે જેને ''ચાઇ મરચાં'' કે મલયાની ચીલી-પડી અથવા કંથારી મરચી તરીકે પણ ઓળખીએ છીએ.

હસ્તકલાને પ્રોત્સાહન આપવા તેમજ બાળકો-વિદ્યાર્થીઓ/બહેનો આત્મનિર્ભર બને અને આપણી ગુજરાતની પ્રસિધ્ધ બાંધણી અને રંગકામની પરંપરાને જાળવી રાખવાનો સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ છે. તેમ વોટસન મ્યુઝિયમના કયુરેટર એમ.એન.રામાનુજની યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)