Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

આઝાદીમાં સૌથી મોટુ યોગદાન કોંગ્રેસે આપ્યું છે : વશરામ સાગઠિયા

આજે સ્થાપના દિને પૂર્વ વિપક્ષી નેતાએ સુવર્ણકાળ વાગોળ્યો

 

રાજકોટ, તા. ર૮ :  મહાનગર પાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા એ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે જણાવ્યું છે કે ભારતીય ઇતિહાસમાં સૌથી જુના બિનસાંપ્રદાયિક રાજકિય પક્ષ અને જેની સ્થાપના માં આઝાદી મેળવવા માટેના મુખ્ય ઉદ્દેશ સાથે કરવામાં આવેલ અને આઝાદી માં જો કોઈનું સૌથી મોટું યોગદાન હોય તો તે કોંગ્રેસ પક્ષનું છે કોંગ્રેસના પ્રમુખ તરીકે તમામ ધર્મના તમામ જ્ઞાતિઓના લોકો રહી ચૂક્યા છે. આ પક્ષમાં તમામ લોકો કે જે ભારતીય હોય તે જોડાઈને એક બિનસાંપ્રદાયિક રીતે આદેશ ચલાવવાનું અને પક્ષ જણાવવાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે આ દેશમાં આઝાદી મેળવવા અનેક મહાપુરુષોએ હિન્દુસ્તાન માટે બલિદાનો આપ્યા છે જમા ભગતસિંહ સુખદેવ બિરસા મુંડા જેવા અનેક ભારતીય યુવાનો એ શહીદી વહોરી છે અને જેલવાસ ભોગવવોમાં રાજકીય નેતાઓએ પણ પોતાનો સિંહફાળો આપ્યો છે જેમા કોંગ્રેસના નેતાઓ જેવા કે પંડિત જવાહરલાલ નેહરૂ કે જેણે સૌથી વધારેમાં વધારે જેલવાસ ભોગવવો પડ્યો છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ દેશને એકતા અખંડિતતામાં જોડે દેશમાં ખૂબ જ મોટું યોગદાન આપેલ છે

વધુમાં શ્રી સાગઠિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સાથે ભારતના નાના-મોટા તમામ લોકો જોડાય અને આ દેશને મહાન બનાવવામાં આવ્યો છે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભારત દેશ કાયમને કાયમ આગળ વધતો રહે અને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ, દાદાભાઈ નવરોજી, ડો. ભીમરાવ આંબેડકર જેવા મહાપુરુષોએ આ દેશ માટે જે સપનું જોયું છે. તે પરિપૂર્ણ થાય તેવી આશા વશરામભાઇ સાગઠિયાએ વ્યકત કરી હતી.

(4:19 pm IST)