Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે સતત દોડતી રહીઃ વર્ષ ર૦ર૧માં ૧૭૯પ અરજીઓનો નિકાલ

રાજકોટઃ વર્ષ ર૦ર૧ માં મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સતત દોડતી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓને સાંભળી તેનું યોગય કાઉન્સેલીંગ કરી તેમના પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં આવે છે અને બંને પક્ષોનું કાઉન્સેલીંગ કરી સમાધાનના પ્રયત્નો કરવામાં આવે છે તેમજ સમયાંતરે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવે છે. વર્ષ ર૦ર૧માં મહિલા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૭૯પ અરજીઓ આવી હતી જેમા બંને પક્ષોને બોલાવી કાઉન્સેલીંગ કરી સમાધાનના પ્રયાસો કરી ૧૩૪૩ અરજદાર મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા પોલીસના આઇયુસીએ ડબલ્યુ  યુનીટની ટીમ દ્વારા ગંભીર ગુનાઓમાંથી ૧૭ ગુનાની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ હાલના સમયમાં જાતીય હિંસાના બનાવો બનતા અટકાવવા માટે બાળ કિશોર અને કિશોરીઓને ગુડ ટચ બેડ ટચ કોને કહેવાય તે અંગે અલગ અલગ સ્કુલ તથા સ્લીમ વિસ્તારમાં જઇ સમજ આપવામાં આવી હતી. તેમજ દુર્ગાશકિતની ટીમ દ્વારા એુકલા રહેતા સીનીયર સીટીઝનની મુલાકાત લઇ તેની સાર સ઼ભાળ કરી તેની મદદ કરવામાં આવી હતી. તથા દુર્ગાશકિત ભરોસા કેન્દ્રની ટીમ દ્વારા પણ છેડતી, જાતીય સતામણી જેવા બનતા ગુનાને અટકાવવા માટે મહિલાઓએ પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન અપાયું હતું. પારદર્શીતા પોર્ટલ મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા અરજદારોને ોતાના કેસ અંગેની માહીતી અંગે અરજદારને એસએમએસ મારફતે મળી રહે છે તે માટે પારદર્શીતા એપ્લીકેશન બનાવવામાં આવી છે.

(4:42 pm IST)