Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

જુદા-જુદા પ્રસંગોમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક ન વાપરો : મનપા તંત્ર

શહેરના બેન્‍કવેટ હોલ, વાડીના સંચાલકો તથા કેટરીંગના ધંધાર્થીઓને રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા માર્ગદર્શન કેમ્‍પ યોજાયો

રાજકોટ તા. ૨૮ : ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૩' અન્‍વયે3R (રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ)  Initiativesઅંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા તથા આરોગ્‍ય શાખા દ્વારા તા.૨૭ના રોજ શહેરના બેન્‍કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્‍સીઓને માર્ગદર્શન અંગે કેમ્‍પ યોજાયો.

આ કેમ્‍પમાં તેઓ દ્વારા થતા તમામ કાર્યક્રમમાં3Rપ્રિન્‍સીપલનું પાલન કરી, રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા તેમજ પ્રતિંબધીત પ્‍લાસ્‍ટીક અને ૨૦૦એમએલકે તેથી નાની બોટલનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ આપવામાં આવેલ.

આ તકે ઉપસ્‍થિત તમામ એજન્‍સીઓ દ્વારા તેઓના તમામ કાર્યક્રમોમાં 3Rᅠપ્રિન્‍સીપલ મુજબ ઉત્‍પન્ન થતાં કચરાને રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહકાર આપશે તેવી બાહેધરી આપવામાં આવેલ છે.

(3:14 pm IST)