Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

‘જ્ઞાન ગુન સાગર હનુમાન' પુસ્‍તકનું વિમોચન

શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયા દ્વારા લિખિત : વિમોચનના બે કલાકમાં જ હજ્‍જારો પુસ્‍તક ચપોચપ ઉપડી ગયા ! : સંપૂર્ણ કથા વિરામ બાદ ‘શ્રી રામ કથા પૂર્ણાહૂતિ યજ્ઞ' દ્વારા કોરોનાકાળમાં અકાળે દુઃખદ અવસાન પામેલા લોકોના આત્‍માની શાંતિ-મોક્ષ માટે કિરીટભાઇ ગણાત્રા દ્વારા પ્રાર્થના કરવામાં આવી

રાજકોટ તા. ૩૦ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત અલૌકીક દિવ્‍ય - ભવ્‍ય - ઐતિહાસિક શ્રી રામ કથાના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત મુખ્‍ય વકતા પૂ.શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા દ્વારા લિખિત ‘જ્ઞાન ગુન સાગર હનુમાન' શીર્ષક સાથેના પુસ્‍તકનું વિમોચન અકિલા પરિવારના મોભી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આર્યની વાત તો એ બની કે પવિત્ર પુસ્‍તકના વિમોચનના માત્ર બે જ કલાકમાં હજ્‍જારો પુસ્‍તક ટોકન ભાવે ચપોચપ ઉપડી ગયા હતા. શ્રી રામ ભક્‍તો પુસ્‍તક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા. ‘જ્ઞાન ગુન સાગર હનુમાન' પુસ્‍તક ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં પ્રગટ કરવામાં આવ્‍યું છે. પુસ્‍તકમાં ખૂબ સરસ રીતે વિવિધ ચોપાઇનું વર્ણન કરવામાં આવ્‍યું છે.

ગઇકાલે બપોરે એક વાગ્‍યે પવિત્ર શ્રી રામકથાની પૂર્ણાહુતિ બાદ સાંજે ‘શ્રી રામ કથા પૂર્ણાહુતિ યજ્ઞ' કરવામાં આવ્‍યો હતો. જેમાં અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા મુખ્‍ય યજમાન પદે પધાર્યા હતા. યજ્ઞ દ્વારા કપરા કોરોનાકાળમાં ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે અકાળે દુઃખદ અવસાન પામેલા લોકોના આત્‍માને મોક્ષ - શાંતિ પ્રાપ્‍ત થાય તેવી પ્રાર્થના શ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા કરવામાં આવી હતી.

‘શ્રી રામકથા પૂર્ણાહુતિ યજ્ઞ'માં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, છબીલભાઇ પોબારૂ અને સમગ્ર પોબારૂ પરિવાર, સતીષભાઇ કુંડલીયા અને રીટાબેન સતીષભાઇ કુંડલીયા, લોહાણા મહાજનનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ અને તેમના પરિવારજનો જોડાયા હતા. ‘શ્રી રામ કથા પૂર્ણાહુતિ યજ્ઞ' ખૂબ જ પવિત્ર વાતાવરણમાં ભાવપૂર્વક વિદ્વાન શાષાીશ્રી હિરેનભાઇ ત્રિવેદી દ્વારા કરાવવામાં આવ્‍યો હતો.

(3:00 pm IST)