Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વોર્ડ નં. ૧૮ માં રસ્‍તા કામ કાચબા ગતિએ : રજુઆત

રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી વિસ્‍તારનાં પેવરકામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્‍યુ. કમિશ્નરને પત્ર પાઠવ્‍યો

રાજકોટ, : શહેરના વોર્ડ નં, ૧૮ ના રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીના સાંઢયા પુલ નાલાથી ઢેબરભાઈ રોડ, માલધારી રેલવે ફાટક,  સોલવન્‍ટ પ્‍લાન હુશેની ચોક સુધીના રોડ રસ્‍તા ઉપર ડામર, પેવર કામ કરવા માટે ખોદ કામ ચાલુ કરેલ છે તે સાવ ધીમી ગતિએ ચાલતું હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયેલ હોય તથા ચોમાસું વરસાદ નજીક આવતું હોવાથી સ્‍થળ તપાસ સર્વે કરાવી તાત્‍કાલિક  રોડ રસ્‍તા ઉપર રાત દિવસ ચોવીસે કલાક ડામર પેવરના કામો ચાલુ કરાવી અપાવવા સામાજીક કાર્યકર સવજીભાઈ  ફળદુ દ્વારા મ્‍યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(3:08 pm IST)