Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ગાંધીગ્રામ-૧પ૦ ફુટ રીંગ રોડના વિસ્‍તારો બુધવારે રહેશે તરસ્‍યા

શહેરમાં વધુ એક વખત પાણીકાપ : લાઇન રીપેરીંગના કારણે વોર્ડ નં. ૧, ર૮ પાર્ટ, ૯ (પાર્ટ) ૧૦ નાં વિસ્‍તારોમાં પાણી વિતરણ નહિ થાયઃ સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ૩૦ :.. ઉનાળાના અસહ્ય તાપમાં શહેરીજનોને વધુ એક વખત પાણી કાપનો સામનો કરવો પડશે. એમ્‍ઇસને પાણીનું કનેકશન આપવા જોબ વર્કના કારણે તા. ૧ નાં બુધવારે રૈયાધાર આધારીત વોર્ડ નં. ૧, ર (પાર્ટ), ૯ (પાર્ટ)ના તથા ૧૦ નાં ગાંધીગ્રામ અને ૧પ૦ ફુટ રીંગ રોડ આસપાસનાં  વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ મનપાના વોટર વર્કસ શાખાએ જાહેરાત કરી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે   દ્વારા  NC-20 લાઈન પરખ્‍ત્‍પ્‍લ્‍-રાજકોટને પાણીનું કનેક્‍શન આપવા બાબત જોબવર્ક કરવાનું હોવાથી,નર્મદા યોજના આધારીત ન્‍યારા ઓફ ટેક પર તા. ૧ જૂનને બુધવારના રોજ પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ થઇ શકશે નહી. જે અન્‍વયે મહાનગરપાલિકાના વેસ્‍ટ ઝોનમાં રૈયાધાર આધારીત ગાંધીગ્રામ અને ૧૫૦ ફૂટ રીંગ રોડના વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૯ (પાર્ટ), ૧૦નાં વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

ક્‍યાં ક્‍યાં વિસ્‍તારમાં અસર

વોર્ડ નં. ૧ : રામેશ્વર પાર્ક (પાર્ટ ૨), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્‍ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્‍સી, ઋશિ વાટીકા, શાસ્ત્રીનગર વિસ્‍તાર, હિંમતનગર મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં. ૫ થી ૮ ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્‍તાર, શાંતિનગર, રૈયાધાર સ્‍લમ ક્‍વાટર, સનસીટી એન્‍કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્‍લોટ પાસે, ૧૩ માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્‍યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્‍કાર ટાવર, જે. કે. પાર્ક, સમૃદ્ધિ પાર્ક, રાધે શ્‍યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ ૧), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં ૧૦ થી ૧૨, લાભદિપ સોસાયટી, મચ્‍છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્‍તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્‍ટ, રવિ ટેનામેન્‍ટ, મહેકમ ડુપ્‍લેક્ષ, અમૃત ટેનામેન્‍ટ, અમૃત પાર્ક (પાર્ટ ૧), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્‍યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ ૨), રૂડીમા ચોક વિસ્‍તાર, જીવંતિકાનગર (ભાગ ૧), ભરતવન શેરી નં ૧, અમૃત પાર્ક (પાર્ટ -૨), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્‍યુ, જીવંતીકા નગર (ભાગ-૨), કષ્ટભંજન સોસાયટી, દ્વારકેશ પાર્ક (ભાગ -૧), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્‍તારો, શાહનગર, મોચીનગર -૧/૮, દ્વારકેશ પાર્ક (ભાગ -૨), જય ભીમ ચોક વિસ્‍તાર, રૈયાધાર મારવાડા વિસ્‍તાર, સત્‍યનારાયણ પાર્ક, રૈયાગામ ૫૦ વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્‍ટેચ્‍યુ વિસ્‍તાર, ગાંધીગ્રામ શેરી નં ૧ થી ૪, રૈયાગામ ૧૦૦ વારીયા ભાગ -૧, રૈયાગામ ૧૦૦ વારીયા ભાગ -૨, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્‍યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસી, ઓસ્‍કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શક્‍તિ સોસાયટી, સ્‍વપ્‍ન લોક રેસીડન્‍સી, શ્‍યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં. ૧, રામેશ્વર પાર્ક (ભાગ -૧) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટ્‍સ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્‍યુ, બંશી પાર્ક,

 વોર્ડ નં. ૨ : રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા

વોર્ડ નં. ૯ : (૧)ગાંધીગ્રામ સપ્‍લાય આધારીત, મીરાનગર,શ્રીજી પાર્ક, સરસ્‍વતી પાર્ક,અંજની પાર્ક, ગાંધીનગર,હિરામણનગર,વિતરાગ સોસા., નેમીનાથ સોસા.,દિપક સોસા., લક્ષ્મી છાંયા સોસા.,રિધ્‍ધી-સિધ્‍ધી પાર્ક,અમી સોસા.,મહાદેવ પાર્ક,નંદનવન પાર્ક,રાધિકા પાર્ક,પરમેશ્વર સોસા., નંદનવન આવાસ,શાંતિનીકેતન પાર્ક,રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી. નગર,નુરાનીપરા તથા શિવપરા, રામનગર,તથા (૨) ૧૫૦ રીંગ રોડ આધારીત, રિધ્‍ધી સિધ્‍ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, નંદ પરીસર ફલેટ, સત્‍યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્‍ડન પાર્ક, હરીનગર, લક્કી પાર્ક, સદગુરૂ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્‍ના પાર્ક, સોમનાથ -૧,,૩ અને ૪, શિલ્‍પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્‍યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્‍ણ સોસા.,આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુરૂજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્‍ટેલ, શિલ્‍પન આઈકોન, સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્‍ડ રેસી., યોગીનગર, ટોપલેન્‍ડ રેસી., ઓમ રેસી., શિલ્‍પન ઓનિક્‍સ, ગાર્ડન સીટી વિંગ -ઈ,એફ,જી, શિલ્‍પન ઓનિક્‍સ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્‍મતનગર, ચંદન પાર્ક, અજન્‍તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્‍યમ બંગ્‍લોઝ, ન્‍યુ પરીમલ સોસા., સમન્‍વય સોસા., ઈન્‍ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્‍ક્‍લેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્‍વિમીંગ પુલ સામે), યોગેશ્વર ફલેટ, નિલકંઠનગર, ડોક્‍ટર સોસાયટી, સેલ્‍સટેક્‍સ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્‍લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, રૂષિકેશ સોસા., ન્‍યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્‍બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્‍ટ પાર્ક, કેરેલા પાર્ક, નંદ ભુમી ફલેટ, નંદ ગાંવ ફલેટ, રવિરત્‍ન પાર્ક, મોમ્‍બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ -૩ અને ૪, મહાલક્ષ્મી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્‍સવ પાર્ક, શિલ્‍પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્‍વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વ્રુન્‍દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્‍ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટી.

 વોર્ડ નં. ૧૦ : જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્‍દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિરૂપતિ નગર, રાવલ નગર, જલારામ પ્‍લોટ -૧, જલારામ પ્‍લોટ -૨, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમૃતા સોસાયટી, રાણી બંગલો, સદગુરૂ વંદના ધામ, સૌ. કલા કેન્‍દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્‍લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન જયોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શક્‍તિનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્‍ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્‍સી, રૂરલ હા. બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્‍ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા ક્‍વાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્‍યુ, પુષ્‍કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્‍સી, આલપા સેન્‍ચ્‍યુરી, શિલ્‍પન રેસીડન્‍સી, શિવ શક્‍તિ કોલોની, શ્‍યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી,ᅠRMCᅠᅠઆવાસ યોજના (કેવલમ સામે), શાંતિવન સોસાયટી, ગુંજન પાર્ક સહિતના વિસ્‍તારોમાં પાણી વિતરણ પર અસર થશે.

(3:29 pm IST)