Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

૨.૪૮ લાખ કરદાતાએ અ..ધ..ધ... ૧૪૨ કરોડ મનપાની તિજોરીમાં ઠાલવ્‍યા

૧૦ થી ૧૫% વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ : ગત વર્ષે કરતા આ વર્ષે વળતર યોજનામાં ૮૦ કરોડની વધુ આવક : ૧.૫૭ લાખ લોકોએ ઓનલાઇન વેરો ભર્યો : ૧ થી ૩૦ જૂન સુધી ૫ થી ૧૦% વળતર મળશે

રાજકોટ તા. ૩૦ : મનપાની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રમાણિક કરદાતાઓને ૩૧ મે સુધી ૧૦ થી ૧૫ ટકા ડિસ્‍કાઉન્‍ટની યોજના આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આજ બપોર સુધીમાં ૨.૪૮ લાખ કરદાતાઓએ રૂા. ૧૪૨ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવ્‍યા છે. ગત વર્ષે એટલે કે ૨૦૨૧માં ૧.૩૪ લાખ કરદાતાઓએ રૂા. ૬૨ કરોડનો વેરો ભર્યો હતો.

આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૮૦ કરોડથી વધુ આવક થવા પામી છે. આવતીકાલ તા. ૩૧ મે ૧૦ થી ૧૫ ટકા વળતર યોજનાનો છેલ્લો દિવસ છે.

સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા. તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું હાલ ચાલુ છે. જેમાં આજે તા.૩૦ સુધીમાં ૨,૪૮,૩૨૦ કરદાતાઓએ એડવાન્‍સ મિલ્‍કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂ. ૧૪૨.૫૬ કરોડની રકમ ભરપાઈ કરી છે.

આજે તા.૩૦ સુધીમાં ૨.૪૮ લાખ કરદાતાઓએ કુલ રૂ.૧૪૨ કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી છે. ગત નાણાકીય વર્ષમાં આજના દિવસે કુલ રૂ. ૬૨ કરોડની રકમ કરદાતાઓએ ભરપાઈ કરેલ હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્‍સ પેમેન્‍ટ કરનાર કરદાતાઓએ આશરે કુલ રૂ.૧.૧૫ કરોડનું વળતર મેળવેલ છે. ૧,૫૭,૩૧૪ કરદાતાઓએ ઓનલાઈન ટેક્‍સ પેમેન્‍ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૂ. ૮૩.૨૪ કરોડની રકમ ભરપાઈ કરેલ છે.

તા.૧ જુન થી ૩૦ જુન સુધી મળનાર લાભ

૧ જુન થી ૩૦ જુન સુધીᅠવેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૫%ᅠવળતરᅠઆપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫%ᅠવળતરᅠઆપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્‍ટ કરનાર મિલ્‍કત ધારકનેᅠᅠᅠઆપવામાં આવનારᅠવળતરᅠઉપરાંત વિશેષ ૧% આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવીᅠયોજનાનો દરમ્‍યાન સંપૂર્ણᅠવેરોᅠભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ % આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્‍ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ ૫ %ᅠવળતરᅠઆપવામાં આવશે.

(3:44 pm IST)