Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સાગર પ્રાથમીક શાળામાં વિનામુલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયોઃ ૧પ૦ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ શહેરના શ્રીનાથજી સોસાયટી, મવડી વિસ્‍તારમાં આવેલ સાગર પ્રાથમીક શાળાની ૩૦ મી વર્ષગાંઠ નિમિતે આશીર્વાદ હોસ્‍પીટલના સહયોગથી ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં જનરલ ફીઝીશ્‍યન, સર્જન બાળરોગ,સ્ત્રીરોગ, દાંતના રોગ, હાડકાના રોગના નિષ્‍ણાંત ડોકટરોએ સેવા આપેલ. આ કેમ્‍પમાં લાયન્‍સ કલબ રાજકોટ દ્વારા ડાયાબીટીશના દર્દીઓને ફ્રી ચેકઅપ કરી આપેલ. આ કેમ્‍પમાં ૧૫૦ થી વધુ દર્દીઓને લાભ લીધો હતો. આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં રાજકોટ મહાનગર પાલીકાના મેયર ડો.પ્રદીપભાઇ ડવ, અશોકભાઇ બગથરીયા (અકિલા પ્રેસ),  વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, મહામંત્રી મનસુખભાઇ વેકરીયા, ઉપપ્રમુખ યોગેન્‍દ્રસિંહ જાડેજા, રાજભા જાડેજા, મહિપતભાઇ હુંબલ, મેહુલભાઇ ડાંગર, પદુભા રાયજાદા, પ્રવિણભાઇ કપુરીયા, પ્રકાશ હાઇસ્‍કુલના આચાર્ય કે.એલ.ઝાલા સાહેબ, લાયન્‍સ કલબના મિતેશભાઇ ચાવડા, વિશાલભાઇ નેનુજી, લક્ષ્મણસિંહ રાણા, ઉદયભાઇ પરમાર, તેમજ આશીર્વાદ હોસ્‍પીટલના ડો.પ્રદીપ મકવાણા, ડો. પાર્થ અઘેરા, ડો. બીપીન કાનાણી, ડો.કલ્‍પેશ રાણપરીયા, ડો.ચાર્મી રાણપરીયા, ડો.હિરેન વિસાણી, ડો. બીપીન રૂપારેલીયા, ડો.હેમાદ્રી વ્‍યાસ, તેમજ હિતેશભાઇ વ્‍યાસ સહીતના ઉપસ્‍થિત રહયા હતા. આ કેમ્‍પને સફળ બનાવવા સાગર પ્રાથમીક શાળાના સ્‍ટાફ સહીતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(6:50 pm IST)