Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મનપા પોતાના ખુલ્લા પ્‍લોટને હરિયાળા બનાવશે : મિયાવાકી પધ્‍ધતિથી કરશે વૃક્ષારોપણ

પ્રથમ તબક્કે ૫ થી ૭ પ્‍લોટ પસંદ કરાયા : ૪૪ પ્રજાતિના વૃક્ષો રોપાશે : ભવિષ્‍યમાં બાંધકામને ધ્‍યાને રાખી માર્જીનની જગ્‍યામાં જ વવાશે વૃક્ષો : માહિતી આપતા કમિશનર અમિત અરોરા

રાજકોટ તા. ૩૦ : મનપા દ્વારા શહેરને હરિયાળુ કરવા વૃક્ષારોપણ સહિતના આયોજનો સતત કરવામાં આવી રહ્યા છે. આ શૃંખલામાં મનપા તંત્રએ હવે મનપાના ખાલી પ્‍લોટો ફરતે મિયાવાકી પધ્‍ધતિથી વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ માહિતી આપતા જણાવેલ કે, શહેરના લોકોના સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણને ધ્‍યાનમાં રાખી મનપાના ખુલ્લા પ્‍લોટમાં માર્જીનની જગ્‍યામાં મિયાવાકી પધ્‍ધતિથી વૃક્ષો વાવશે. જેથી પ્‍લોટમાં ફેન્‍સીંગ કરવાની જરૂરીયાત પણ રહેશે નહીં.

વધુમાં તેમણે જણાવેલ કે, શહેરમાં ૫ થી ૭ ઓપન પ્‍લોટ નક્કી કરવામાં આવ્‍યા છે, જ્‍યાં મિયાવાકી પધ્‍ધતિ દ્વારા ભવિષ્‍યમાં બાંધકામ થાય તો વૃક્ષો કાપવા ન પડે તે રીતે માર્જીન મુકી વૃક્ષારોપણ કરવામાં આવશે. જે માટે મનપાના પ્‍લોટમાં ૪૪ પ્રજાતિના વૃક્ષો પસંદ કરવામાં આવ્‍યા છે.

આ અંગે ગાર્ડન શાખાને ડીઝાઇન તૈયાર કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી હોવાનું પણ મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ અંતમાં જણાવ્‍યું હતું.

(4:47 pm IST)