Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કાલથી રાજકોટ સહીત રાજયભરના હજારો મધ્‍યાહન ભોજન કર્મચારીઓની બેમુદતી હડતાલઃ પગાર વધારાનો પ્રશ્ન

કલેકટરને આવેદન પાઠવાયું : સરકારને અનેક વખત રજુઆતો છતા ઉકેલ નથી

રાજકોટ, તા., ૩૦: આવતીકાલથી રાજયભરના  હજારો મધ્‍યાહન ભોજન યોજનાના કર્મચારીઓ હડતાલ પર જઇ રહયા છે. આ વખતે જીલ્લા કલેકટરને મંડળે આવેદન પાઠવી.

રાજકોટ જીલ્લાના તમામ મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્રો પગાર વધારાના પડતર પ્રશ્નો માટે અચોક્કસ મુદતની હડતાલ  પર જવા અંગે ઉમેર્યુ હતું.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, અમો રાજકોટ જીલ્લાના એમ.ડી.એમ. કર્મચારી છીએ ઘણા સમયથી રાજય સરકારને આવેદનો પ્રતિક ધરણા, રેલી, ઉપવાસ જેવા ગાંધી ચિંધ્‍યા માર્ગે  સરકારને અમારા માનદ વેતન વધારા માટે રજુઆતો કરેલ છે. તો પણ અમારી માંગણીઓ પર ધ્‍યાન આપ્‍યું નથી માટે અમારે ન છુટકે હડતાલ પર જવાની ફરજ પડી છે.  આપને જણાવવાનું કે કાલથી રાજકોટ જીલ્લાના તમામ તાલુકા પ્રમુખોએ નક્કી કર્યા મુજબ તમામ એમ.ડી.એમ. કર્મચારી પગાર  વધારાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી કેન્‍દ્રો બંધ રાખી હડતાલ પર જઇએ છીએ.

(12:21 pm IST)