Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રાજકોટ વોઇસ ઓફ લોયર્સ દ્વારા તેજસ્‍વી છાત્રોનું સન્‍માન

રાજકોટઃ તાજેતરમાં કે. જી. ધોળકિયા સ્‍કૂલ, ખાતે કે.જી. થી પી.જી.માં અભ્‍યાસ કરતા એડવોકેટોના સંતાનોનો વોઇસ ઓફ લોયર્સ સરસ્‍વતિ સન્‍માન સમારોહ યોજવામાં આવેલ જેમાં મુખ્‍ય મહેમાન સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટના જોઇન્‍ટ ડીસ્‍ટ્રીકટ જજ જે. ડી. સુથાર, ફેમીલી જજ વી. આર. રાવલ, રાજકોટ ગ્રામ્‍યના ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડો. પ્રદિપભાઇ ડવ, સમાજ કલ્‍યાણ સમિતિ, રાજકોટના ચેરમેન પરેશભાઇ પીપળીયા, મારવાડી યુનિવર્સિટી, રાજકોટના રજીસ્‍ટ્રાર નરેશસિંહ જાડેજા, બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના મેમ્‍બર મનોજભાઇ અનડકટ, રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ધોળકીયા સ્‍કૂલના ચેરમેન કૃષ્‍ણભાઇ ધોળકિયા, સહીતના મહાનુભાવો ઉપસ્‍થિતિમાં આ સમારોહ યોજાયેલ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ. સ્‍વાગત પ્રવચન વોઇસ ઓફ લોયર્સના કન્‍વીનર પરેશ મારૂએ કરેલ તેમજ વોઇસ ઓફ લોયર્સની સ્‍થાપના જે હેતુ માટે કરવામાં આવેલ છે તે સંબંધેનો સંસ્‍થાનો પરિચય માહિતી આપેલ. ત્‍યારબાદ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી દ્વારા સન્‍માન કરવામાં આવેલ. સમારોહના અધ્‍યક્ષ દ્વારા વોઇસ ઓફ લોયર્સની આ પ્રવૃતિને બીરદાવેલ અને વિદ્યાર્થીઓમાં જે સુષુપ્‍ત શકિત રહેલ છે તે ખીલવવા માટે પ્રોત્‍સાહનરૂપી પ્રેરક બળ મળે તેવા આશયથી આવા કાર્યક્રમો હરહંમેશ કરવા માટે અનુરોધ કરેલ. સમારોહના અતિથી વિશેષ દ્વારા પોતાના ઉદ્દબોધનમાં વોઇસ. ઓફ લોયર્સ ગ્રુપની તમામ પ્રવૃતિઓને બીરદાવેલ અને અનોખી પ્રવૃતિ સંસ્‍થા દ્વારા કરવામાં આવતી હોય જેથી સમાજને ઉપયોગી પ્રવૃતિ હરહંમેશ થાય તે માટે પ્રોત્‍સાહન આપેલ. સરસ્‍વતિ સન્‍માન સમારોહમાં વોઇસ ઓફ લોયર્સના સભ્‍યોના કે.જી. થી પી.જી. કુલ-ર૮૬ વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો, મોમેન્‍ટો, સર્ટીફીકેટ અને ગીફટ દ્વારા સન્‍માનિત/પ્રોત્‍સાહિત કરવામાં આવેલ. આ પ્રસંગ દરમ્‍યાન જય ગોંડલીયાના પુત્ર ચિ. ધ્રુવ એ અનોખા સંગીતની રમઝટ કરાવેલ. કાર્યક્રમમાં રાજકોટ બારના તમામ સીનીયર ધારાશાષાીઓ હાજર રહેલ જેમાં સર્વશ્રી જયદેવભાઇ શુકલ, પી. એમ. શાહ, એન. જે. પટેલ, રંજનબેન રાણા, પી. સી. વ્‍યાસ, દિલેશ શાહ, રાકેશ ગોસ્‍વામી, સિધ્‍ધરાજસિંહ ઝાલા, નરેશભાઇ દવે, નલીનભાઇ શુકલ, આર. ડી. ઝાલા, રામદેવસિંહ ઝાલા, હેમંતભાઇ ભટ્ટ, ભાર્ગવ રાવલ, કે. ડી. શાહ, જી. આર. પ્રજાપતિ, એ. યુ. બાદી, હિતેશભાઇ મહેતા, રૂપરાજસિંહ પરમાર, મયંકભાઇ પંડયા સહીતના મહાનુભાવો/એડવોકેટો હાજર રહેલ. સમારોહના એડી. ડીસ્‍ટ્રી. જજ શ્રી જે. ડી. સુથાર એ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક ઉદાહરણ આપીને શીખ આપેલ કે જીવનમાં ઉચ્‍ચસિધ્‍ધિ સતત, સખત સંઘર્ષ કરીને જ પ્રાપ્‍ત થાય છે. જીવનમાં લક્ષ પ્રાપ્‍ત કરવા માટે સતત મહેનત કરવી રહેવી જોઇએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી પરેશ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ભાવેશ રંગાણી, જે. બી. શાહ, ઇન્‍દ્રસિંહ ઝાલા, અજય જોષી, અમીત વેકરીયા, વિશાલ ગોસાઇ, બીમલ જાની, કેતન મંડ, જયેન્‍દ્ર ગોંડલિયા, જીજ્ઞેશ સખીયા, હીરેન ગજજર, હિમાલય મીઠાણી, સાગર હાપાણી, ભરતસિંહ ગોહિલ, મેહુલ મહેતા, ડી. વી. બગડા, ધ્રુવ કારીયા, હસમુખ ગોહેલ, રવી વાઘેલા, મયુર કાપડીયા, વિપુલ પટેલ, વિદીત ડોબરીયા, મોહીત ત્રિવેદી, અભીષેક શુકલ, રાજેશ ઝલુ, ઋષી જોશી, કૌશલ વ્‍યાસ, નીકુંજ શુકલ, કૈલાસ જાની, પ્રકાશ પરમાર, રણજીત મકવાણા, અજય ચાંપાનેરી, જય ગોંડલીયા, પારસ શાહ, કરણ ગઢવી, પ્રશાંત લાઠીગ્રા, આનંદ જોષી, શકિતસિંહ ઝાલા, અભય બારડ, ચેતન પંજવાણી, પ્રિયંક ભટ્ટ, નિલેશ અગ્રાવત, પ્રવીણ સોલંકી, સંદીપ વેકરીયા, હીત અવલાણી, રાજેશ નશીત, તુષાર સોંડાગર, ક્રિપાલસિંહ જાડેજા, મકસુદ પરમાર, હેમત પરમાર, રાજેશ ડાંગર, હિરેન ડોબરીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ, અભી ચોલેરાએ જહેમત ઉઠાવેલ. સરસ્‍વતિ સન્‍માન સમારોહનું એન્‍કરીંગ સંસ્‍થાના સેક્રેટરી વિશાલભાઇ ગોસાઇએ કરેલ અને તેઓને સહયોગી ભૂમિકા એડવોકેટ ડિમ્‍પલ શેઠ તેમજ પારસ શાહે કરેલ. અંતમાં   આભારવિધી   સંસ્‍થાના પ્રમુખ ઇન્‍દ્રસિંહ ઝાલાએ કરેલ.

(3:41 pm IST)