Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

હડમતીયા ગોલીડા પાસે દારૂની ૨૮ બોટલ સાથે નીતેશ પકડાયો

આજીડેમ પોલીસનો દરોડો : દારૂનો જથ્‍થો તથા બાઇક કબ્‍જે

રાજકોટ તા. ૩૦ : હડમતીયા ગોલીડા પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૨૮ બોટલ સાથે બોઘરાવદરના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ હડમતીયા ગોલીડા પાસે એક શખ્‍સ દારૂનો જથ્‍થો લઇને નિકળ્‍યો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. એમ.બી.જાડેજા તથા કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા સહિતે દરોડો પાડી હડમતીયા ગોલીડા ગામ નજીક જીજે૬એકયુ-૩૫૭૯ નંબરના બાઇકને રોકી તલાશી લેતા થેલામાંથી રૂા. ૧૧૨૦૦ની કિંમતની દારૂની ૨૮ બોટલ સાથે નીતેશ દીનેશભાઇ મીઠાપરા (ઉ.વ.૨૦) (રહે. બોઘરાવદર ગામ તા. જસદણ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)