Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ચેક રિટર્ન કેસમાં મહિલા વેપારીને ૧ વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩૦: શહેરની સિદ્ધિ માર્કેટિંગ પેઢી પાસે ખરીદેલા માલની ચુકવણી પેટે આપેલો ચેક રિટર્ન થવાના ગુનામાં વેપારી અમીબેન ઠકકરને એક વર્ષની કેદ અને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા અને રિદ્ધિ માર્કેટિંગ નામની પેઢી ધરાવતા બીપીનભાઇ પ્રવીણચંદ્રભાઇ રૂપાણી નામના વેપારી પાસેથી હર ભોલે ગોલ્‍ડ નામની પેઢીના સંચાલક અમીબેન પિયુષભાઇ ઠકકર અને પિયુષભાઇ ઠકકરે ઉધારમાં ખરીદી કરી હતી. જે માલની ચુકવણી પેટે વેપારી દંપતીએ રૂ. ૧.૩૦ લાખનો પેઢીનો ચેક આપ્‍યો હતો. જે વગર વસૂલાતે બેંકમાંથી પરત ફરતા જે અંગેની કાયદાકીય જોગવાઇ મુજબ રકમ ન ચૂકવતા અદાલતમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્‍તાવેજી પુરાવો ધ્‍યાને લઇ અમીબેન ઠકકરને તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. ૧.૩૦ લાખનું વળતર ફરિયાદીને એક માસની અંદર ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પેઢી વતી એડવોકેટ તરીકે અજય એમ. ચૌહાણ અને ડેનિશ મહેતા રોકાયા હતા.

(4:09 pm IST)