Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રાજકોટમાં ઢોર ડબ્બામાંથી ૩૫ હજાર ગાયો કયાં ગઈ?, ગાયની હાલત ખરાબ કેમ?

રણજીત મુંધવાએ બેનરો દ્વારા બાબાને પ્રશ્નો પુછયા

રાજકોટઃ બાગેશ્વર ધામના પૂ.ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી આજે સાંજે રાજકોટ આવી રહ્યા છે. ત્યારે ભરવાડ સમાજ અને કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવાએ બેનર થકી બાબાને પ્રશ્નો પુછયા છે.

તેઓએ પોસ્ટર દ્વારા જણાવ્યું છે કે રાજકોટમાં ઢોરના ડબ્બામાંથી ૩૫ હજાર ગાય કયાં ગઈ ?, ગાયની હાલત બદતર કેમ છે ? બાબા ગાયને માતા કહેવાય કે નહી, જો કહેવાય તો એના નામે મત મગાય કે નહી? આવા સવાલ રણજીત મુંધવા (મો.૯૩૭૪૧ ૨૪૩૩૫)એ કર્યા છે.

તેઓએ આ પ્રકારના બેનર માલવીયા ચોક, ત્રિકોણ બાગ, જયુબેલી ચોક ખાતે મુકેલા છે.

શ્રી મુંધવાએ વધુમાં જણાવેલ કે બાબા તમે અંતરયામી છો, બજરંગ બલીના ભકત છો તમારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તમને મળવાની તક ન મળે એટલા માટે બેનર થકી અરજી કરી છે.

(4:29 pm IST)