Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અરવિંદ મણિઆર ફલેટ હોલ્‍ડર્સની એક જ માંગ ‘અમારા ઘર અમને પાછા આપો'

તંત્રીશ્રી,

અમે અરવિંદભાઇ મણિયાર ફલેટ હોલ્‍ડર્સ એટલી જ માંગણી કરીએ છીએ કે અમને અમારૂ ઘર પાછુ આપો. પ વર્ષમાં કોઇ જાતનો ભાડા વધારો પણ કરાયો નથી. અન્‍ય જગ્‍યાએ જયારે પીપીપી યોજના હેઠળ ઠરાવ થાય ત્‍યારે સમયસર બિલ્‍ડીંગ બનાવીને સોંપી દેવામાં આવે છે. તેમજ દર વર્ષે ભાડા વધારો પણ અપાય છે. તો આ કિસ્‍સામાં ઓરમાયુ વર્તન કેમ? હજુ આ યોજના કેટલા સમયમાં પૂર્ણ થાય તેનું કાંઇ નકકી નથી. પોતાનું જ ઝુંટવાય ગયેલું ઘર પાછું માંગવું તે શું ગુન્‍હો છે? તો  શા માટે પોલીસ બળપ્રયોગ કરીને ફલેટ ધારકોના પ્રતિનિધિઓને માલવીયા પોલીસ સ્‍ટેશન અને બાદમાં તાલુકા પોલીસ સ્‍ટેશન લઇ ગઇ? અમારે ન્‍યાય જોઇએ છે. ન્‍યાય મેળવીને જ જંપીશુ.

- તૃપ્‍તી ઘનશ્‍યામભાઇ કોટક (મો.૯૦૬૭૯ ૦૨૯૨૪)

 

(5:00 pm IST)