Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણીના પુત્ર માનસની સેવાઓને બિરદાવાઇ : ‘ગૌ ટેક એકસપો ૨૦૨૩' દરમિયાન સન્‍માન

રાજકોટ : જાહેર જીવનના વરિષ્‍ઠ અને સહકારી અગ્રણી સ્‍વ. નરોતમભાઇ ખેતાણી તેમજ ગં.સ્‍વ. હરદેવીબેન ખેતાણીના પૌત્ર તેમજ સેવાભાવી અગ્રણી અને સરકારના એનિમલ વેલ્‍ફેર બોર્ડના મીડિયા ટીમના મેમ્‍બર તથા ગુજરાત સરકારના એનિમલ વેલ્‍ફેર બોર્ડના સભ્‍ય મિતલ ખેતાણી અને ડીમ્‍પલ ખેતાણીના પુત્ર માનસ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)ની બાળપણથી થતી સેવાકીય પ્રવૃત્તિઓ ધ્‍યાને લઇ ગૌ-ટેક ૨૦૨૩ એકસપો દરમિયાન ગૌમાતાની પ્રતિમા અર્પણ કરી સન્‍માન કરાયુ હતુ. આ તકે જાણીતા લોક કલાકારો બિહારીભાઇ હેમુભાઇ ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, શાહબુદીન રાઠોડ, હરેશભાઇ ગઢવી, શ્રીમતી રાધાબેન વ્‍યાસ તેમજ ગૌ ટેકના સ્‍વપ્‍નદ્રષ્‍ટા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, હંસરાજભાઇ ગજેરા, કલ્‍પકભાઇ મણીયાર, રાજુભાઇ ધ્રુવ, જયોતીન્‍દ્રભાઇ મહેતા, ચેતનભાઇ રામાણી સહીતના શ્રેષ્‍ઠીઓએ આશીર્વાદ આપ્‍યા હતા.

(5:06 pm IST)