Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ફ્રાન્‍સની પર્યાવરણ શિક્ષણ પરિષદમાંભાગ લેતા કોંગી પ્રવકતા મનીષ દોશી

રાજકોટ,તા.૩૧ : વર્તમાન સમયમાં પર્યાવરણ માટે આખું વિશ્વ ચિંતિત છે ત્‍યારે ફ્રાન્‍સનાં પેરિસ ખાતે સંયુક્‍ત રાષ્‍ટ્રની પર્યાવરણ શિક્ષણ અંગેની મહત્‍વની ત્રણ દિવસીય આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ યોજાઈ રહી છે. જેમાં તમામ સભ્‍ય દેશોના ડેલીગેટ, તજજ્ઞો સહિત શિક્ષણવિદોને આમંત્રિત કરાયા હતા.  ફ્રાન્‍સ ખાતેની સંયુક્‍ત રાષ્‍ટ્રની આંતરરાષ્‍ટ્રીય કોંફેરેન્‍સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્‍ટનાં કન્‍વીનર અને ્‌પ્રવક્‍તાશ્રી ડૉ. મનીષ દોશી પણ ભાગ લીધો હતો.

પર્યાવરણ શિક્ષણ અંગેની મહત્‍વની આંતરરાષ્‍ટ્રીય કોંફેરેન્‍સ તા.૨૯ થી ૨જી જૂન સુધી યોજાયેલ છે.

 સંયુક્‍ત રાષ્‍ટ્ર દ્વારા આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્‍ટ્રીય કોંફેરેન્‍સમાં વિશ્વનાં ૧૮૦ દેશો ભાગ લેશે, સરકારી પ્રતિનિધિ, વિવિધ સંસ્‍થાઓનાં પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પ્‍લાસ્‍ટિક, કાર્બન વેસ્‍ટ, પ્રદુષણ સહિતની સમસ્‍યાઓને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે ત્‍યારે એન્‍વારોમેન્‍ટલ એજ્‍યુકેશન એ ખૂબ મહત્‍વનું  છે. વિશ્વના ૧૮૦ દેશ આ અંગે ચિંતન અને સંવાદ કરી ઉકેલ તરફ આગળ વધી રહ્યા છે.

(5:14 pm IST)