Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા વયમર્યાદાને કારણે નિવૃત થયા

૧૯૮૨માં કોન્સ્ટેબલ તરીકે ભરતીઃ ફરજકાળ દરમિયમાન અનેકાનેક પ્રશંસનીય કામગીરીઃ બાતમીદારનું બહોળુ નેટવર્ક

રાજકોટ તા. ૩૧: શહેર ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ મંગળસિંહ ઝાલા (મો.૯૮૨૪૨ ૬૨૪૬૩) આજે વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમને અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને બહોળુ મિત્રવર્તુળ  નિવૃતીકાળ ખુબ સરસ રીતે પસાર થાય તે માટે શુભેચ્છા આપી રહ્યા છે.

૧૯૮૨માં પોલીસમાં ભરતી થયેલા વિજયસિંહ ઝાલાએ પ્રારંભે એ-ડિવીઝન, પ્ર.નગર, સી-ડિવીઝન, રાજકોટ તાલુકા, માલવીયાનગર, પીસીબી, ડીસીબી, એટીએસ, એસઓજી, કયુઆરટી, એન્ટી લેન્ડ ગ્રેબીંગ સ્કવોડ, એથ્ટી થેફટ સ્કવોડ, કન્ટ્રોલ રૂમ સહિતના વિભાગોમાં પ્રશંસનિય કામગીરી કરી છે. ૨૫૦ ઘરફોડ ચોરી ડિટેકટ, ૬ મર્ડર, ૭ લૂંટ, ૧૩૦ વાહન ચોરીનું ડિટેકશન કરવા ઉપરાંત, ૪૨ ગેરકાયદે તમંચા, પિસ્તોલ પકડ્યા હતાં. ફરજ દરમિયાન પ્રશંસનિય કામગીરી બદલ ૩૦૦થી વધુ ઇનામો મેળવ્યા છે. ૧૦૦ ઘરફોડ ચોરી એક જ વર્ષમાં ડિટેકટ કરતાં જે તે વખતે ગૃહમંત્રીશ્રીના હસ્તે રાજકોટમાં ખાસ સન્માન થયું હતું. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતાં વિજયસિંહ ઝાલાની સોૈથી મોટી ખાસિયત બહોળો બાતમીદાર વર્ગ હતો. અગાઉ મોબાઇલ ફોનની સુવિધા નહોતી ત્યારે બાતમીદારો રૂબરૂ આવતાં અથવા તો પોલીસને તેની પાસે જવું પડતું હતું. આજે વયમર્યાદાને કારણે નિવૃત થયેલા વિજયસિંહ ઝાલાને સોૈએ શુભેચ્છા પાઠવી હતી.

(11:42 am IST)