Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મોઢ વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓને કોવિડ કેર સરસ્વતી સાધના સહાય

મોઢવણિક મહાજન ટ્રસ્ટ રાજકોટ દ્વારા વર્તમાન કોવિડ-૧૯ ની પરિસ્થિતી ધ્યાને લઇ મોઢ વણિક જ્ઞાતિના ધો.૧ થી ૧૨ સુધીના જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે 'કોવિડ કેર સરસ્વતી સાધના સહાય' યોજના જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓની અરજી આવી હતી. જે તમામ ગ્રાહ્ય રાખી તેમના બેંક ખાતામાં રોકડ રૂ.૧ હજાર જમા કરવામાં આવ્યા હતા. આ સબબ ચેક વિતરણનો પ્રતિકરૂપ એક સાદગીભર્યો કાર્યક્રમ મોઢ બોર્ડીંગ રજપુતપરા ખાતે યોજવામાં આવ્યો હતો. સંસ્થાના કારોબારી સભ્ય કિરીટભાઇ પટેલ, મોઢ વણિક સમાજના મંત્રી અને શિક્ષણવિદ્દ અતુલભાઇ વોરા, મોઢ વણિક યુવા ગ્રુપના ચેરમેન કેતનભાઇ મેસવાણીના હસ્તે આ ચેક અર્પણ કરવામાં આવેલ. આ તકે ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને.ટ્રસ્ટી કિરેન છાપીયા, ઉપપ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વિન વડોદરીયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતિન વોરા, ટ્રસ્ટી મંડળના સભ્યો સુમનભાઇ ગાંધી, જગદીશ વડોદરીયા, સંજય મણીયાર, ઇલેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)