Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મોઢવણિક મહાજન ટ્રસ્ટ દ્વારા પંચનાથ હોસ્પિટલ સાથે MOU

આર્થિક રીતે નબળા જ્ઞાતિજનોને આર્થિક સહાય કરી રાહતદરે લોહી- રેડીયોલોજી પરીક્ષણો કરાવી શકે તો હેતુથી

રાજકોટઃ જયારે કોઈપણ બીમાર વ્યકિત તબીબ પાસે સારવાર અર્થે મુલાકાત લે ત્યારે સૌપ્રથમ તબીબ દ્વારા જે તે બીમારીને લગતા પરિક્ષણો કરાવવાનું સૂચવવામાં આવે છે ત્યારે દર્દીઓ તથા તેના પરિવારજનો સ્વાભાવિક રીતે સૌથી નજીવા દરે અને સચોટ પરિક્ષણો કરી આપતા હોસ્પિટલ પર પ્રથમ પસંદગી ઉતારતા હોય છે. આવા સંજોગોમાં રાજકોટના ૧૪૬ વર્ષ જુના શ્રી પંચનાથ મહાદેવ મંદિરની પવિત્ર ભૂમિ પર કાર્યરત શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓની તથા તેમના પરિવારજનોની વેદના કે સંવેદનાને વાચા આપવા માટે તબીબ દ્વારા સૂચવેલા પરિક્ષણો અત્યંત નજીવા દરે અને સચોટ રીતે કરી આપવામાં આવે છે.

ઙ્ગવાસ્તવમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના સભાસદોના, ગુજરાત રાજય સરકાર સંચાલિત ગુંદાવાડી હોસ્પિટલના આર્થિક રીતે નબળા દર્દીઓના ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓના તથા શ્રી સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ મહામંડળ (રાજકોટ) ના જ્ઞાતિજનોના તબીબો દ્વારા સૂચવાયેલ વિવિધ પ્રકારના લોહીના તથા રેડિયોલોજી જેમ કે ઈ.સી.જી., એકસ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી જેવા પરિક્ષણો સચોટ અને નજીવા દરથી થઈ શકે તે માટે પંચનાથ હોસ્પિટલ તંત્ર ઉપરોકત સામાજિક સંસ્થાઓ સાથે ટાઇઅપ કરવામાં સફળ રહ્યું છે.

તદુપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક, સરકારી પ્રેસ, સરોવર પોર્ટિકો હોટેલ, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ, માર્ક બેરિંગ (શાપર-વેરાવળ)ના કર્મચારીઓના હોલ-બોડી ચેકઅપ કેમ્પ ગોઠવીને પરિક્ષણો કરવામાં આવેલ હતા.

 રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટની મળેલ મીટીંગમાં યુવા પ્રમુખશ્રી ભાગ્યેશ વોરા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કિરેન છાપીયા, ઉપપ્રમુખશ્રી સુનિલ વોરા, મંત્રીશ્રી અશ્વિનભાઈ વડોદરિયા, સહમંત્રીશ્રી કેતન પારેખ, ખજાનચીશ્રી નીતિન વોરા, ટ્રસ્ટીશ્રીઓ સુમનભાઈ ગાંધી, જગદીશ વડોદરિયા, સંજય મણિયાર તથા ઈલેશ પારેખ ની ઉપસ્થિતિમાં દરેક પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમના જ્ઞાતિજનોને માત્ર ને માત્ર આર્થિક રીતે નબળા લોકો માટે જ નિરામય નિદાન સહાય યોજના લોન્ચ કરવામાં આવેલ હતી. તેના અંતર્ગત  જે તે દર્દીઓના આર્થિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને પરિક્ષણોના થતા કુલ બિલના વધુમાં વધુ ૫૦ ટકા જેટલી સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેર થયેલી યોજના મુજબ પંચનાથ હોસ્પિટલમાં કરવામાં આવનાર પરિક્ષણોના કુલ બિલ પર ટ્રસ્ટની સૂચના મુજબ વળતર મેળવી શકશે. આ યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટની અનુમતિ અનિવાર્ય છે.

આ સેવાકીય કાર્યને વેગ આપવા માટે રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી ભાગ્યેશ વોરા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કિરેન છાપીયા, સહમંત્રીશ્રી કેતન પારેખ, ટ્રસ્ટીશ્રી સંજય મણિયાર તથા શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગ માંકડ, ટ્રસ્ટના કોષાધ્યક્ષ અને મોઢવણિક સમાજના ડી.વી.મહેતા, ટ્રસ્ટીશ્રી નીતિન મણિયાર વિ.ઉપસ્થિત રહ્યા હતા.

દરેક સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, મહાજન ટ્રસ્ટો, સરકારી, બિનસરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, રહેણાંક સોસાયટીઓ, નાના મોટા વાણિજય તથા ઔદ્યોગિક એકમોના હોદેદારોને આ સેવાકીય અભિયાનમાં જોડાઈ સાચા અર્થમાં આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદોને સેવાનો અવસર પ્રાપ્ત કરવા શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે.

તમારી બીમારીનું શ્રેષ્ઠ નિદાન એ જ અમારી જવાબદારી સ્વીકારતા શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ર્ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા, કોશાધ્યક્ષશ્રી ડી. વી. મહેતા, ટ્રસ્ટીશ્રીઓ મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો. ત્રિવેદી, મનુભાઈ પટેલએ લોકોને ઘરમાં જ રહીને સલામત રહેવા વિનંતી કરાઈ છે.

આ અભિયાનની વધુ માહિતી માટે શ્રી પંકજભાઈ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮) તથા શ્રીમતી ધૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫ / ૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા  અખબારી યાદી જણાવેલ છે.

(3:23 pm IST)