Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

નીધી કર્મચારી સોસાયટીમાં પેવર બ્લોકનું ખાતમૂહુર્ત

રાજકોટ : વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં સત્યસાંઇ રોડ પરની નીધી કર્મચારી સોસાયટીમાં પેવર બ્લોકનું કામ શરૂ કરાતા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મેયર બીનાબેન આચાર્યના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, સ્થાનીક ભાજપ અગ્રણી અને નીધી કર્મચારી સોસાયટીના પ્રમુખ બહાદુરસિંહ ઝાલા, વી. ડી. ગોહીલ, એમ. એ. કડીવાર, એ. જે. જાડેજા, વી. વી. લાવડીયા, આર. ડી. જાડેજા, એ. એ. સેતા, બી. જે. કોઠારી, કે. પી. મિયાત્રા, એચ. એ. જોષી, રવિરાજસિંહ ઝાલા, શિવરાજસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, હંસાબા ઝાલા, નિલાબા ગોહીલ, ભારતીબા જાડેજા, સરોજબેન રાજયગુરૂ, રૂબીનાબેન કડીવાર, રમાબેન કાલરીયા, લતાબેન ચૌહાણ, પુજાબા ઝાલા, ભુમિબા ઝાલા, વિજયાબેન મિયાત્રા, આનંદબા જાડેજા, નીતાબેન ઓઝા, પ્રફુલાબા ઝાલા, સરોજબા જાડેજા, જયોત્સનાબેન ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)