Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કોરોના દર્દીના નામ જાહેર થવાથી સમાજમાં ભેદભાવ થાય છેઃ કોંગ્રેસની માનસિકતા સમાજ વિરોધી : ઉદય કાનગડ

સામાજીક બહીષ્કારથી દર્દીને ત્રાસ થઇ શકે છે તેવી મુંબઇ હાઇકોર્ટની ટકોર છે તેથી દર્દીનાં નામ જાહેર નથી થતાં : સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનનું નિવેદન

રાજકોટ,તા.૩૧: શહેરમાં કોરોનાના દદીઓનાં નામો જાહેર કરવાની માંગ સાથે  વિપક્ષ કોંગ્રેસ દ્વારા જે આંદોલન શરૂ કરાયું છે. તે કોંગ્રેસની સમાજ વિરોધી માનસિકતા છતી કરી રહ્યુ હોવાનો આક્ષેપ મ્યુ.કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ કર્યો છે.

આ અંગે શ્રી કાનગડે અુક નિવેદનમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા કોરોનાના દર્દીના નામ જાહેર કરવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દેખાવ અને ધારણા કરવામાં આવેલ. આ બાબતે કોરોના દર્દીઓ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના દાખવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, કોરોના દર્દીના નામ જાહેર કરવા જોઈએ નહિ કારણ કે દર્દીના નામ જાહેર કરવાથી દર્દીને માનસિક ત્રાસ થાય છે. સમાજમાં ભેદભાવ ઊભો થાય છે. આડોસ-પાડોસમાં સામાજીક બહિષ્કાર જેવું વાતાવરણ ઉભું થાય છે. કોરોના પીડિત દર્દીઓ સામે ખુન્નસભરી નજરે આડોસ-પાડોસની સોસાયટીના લોકો જોવે છે, ત્યારે દર્દીના નામ જાહેર કરવાનું બંધ કર્યું છે. તે મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ રૂપાણીનો આવકાર દાયક નિર્ણયથી સમાજિક સમરસતા જળવાઈ રહેશે

શ્રી કાનગડે આ તકે ઉમેર્યું હતું કે, તાજેતરમાં કોરોના પોઝીટિવ અને શંકાસ્પદ દર્દીના નામ ગુપ્ત રાખવા બાબતે નામદાર મુંબઈ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી દિપાંકર દત્ત્।ા અને જસ્ટીસ શ્રી સારંગ કોટવાલએ અરજદાર વૈષ્ણવી ધોળવે અને મહેશ ગાડેકરે દ્વારા કરવામાં આવેલ અરજીની સુનાવણીમાં જણાવ્યું છે કે, દરેક વ્યકિત માસ્ક અથવા ફેસ શિલ્ડ, હેન્ડ સેનિટાઈઝર ઉપયોગ કરે અને અન્ય ઉપાય કરે તો સંક્રમણથી દુર રહી શકે છે આ માટે કોરોના પોઝીટિવ અને શંકાસ્પદ દર્દીના નામ જાહેર કરવાની જરૂર નથી અને તેનાથી કયો હેતુ સાધ્ય થશે ?ઉલટું સામાજીક બહિષ્કાર વગેરેને લીધે સંબંધિત વ્યકિતને ત્રાસ થાય શકે છે. આજ મુદ્દા પર દેશની અન્ય ચાર હાઇકોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવેલ એ પણ ફગવામાં આવી છે પરંતુ કોંગ્રેસની માનસિકતા સમાજ વિરોધી છે. વર્તમાન કપરા સમયમાં કોરોના પીડિત દર્દી અને પરિવારને સહાનુભૂતિ આપી મદદ કરવી જોઈએ તેના બદલે કોંગ્રેસ કોરોના દર્દીઓની વિરુદ્ઘ હોઈ તેવું સ્પષ્ટ થયું છે અને આ તેમની સમાજ વિરોધી માનસિકતા છતી કરે છે. તેમ અંતમાં શ્રી કાનગડે જણાવ્યું હતું.

(4:20 pm IST)