Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ગાંધીગ્રામની સગીરાના અપહરણમાં મદદગારીના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર ચમન ગોહેલ પકડાયો

પેરોલ ફરલો સ્કવોડની ટીમ મોચી પ્રૌઢને શાસ્ત્રીનગરમાંથી દબોચ્યો

રાજકોટ,તા.૩૧: શહેરના ગાંધીગ્રામના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાના અપહરણ કરવામાં મદદગારી કરવાના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર મોચી શખ્સને પેરોલ ફરલો સ્કવોર્ડ ઝડપી લીધો હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ વચગાળાના જામીન પરથી, પેરોલ ફર્લો રજા પરથી તથા પોલીસ જપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવા માટે પીએસઆઇ એમ.એસ. અંસારીની રાહબરી હેઠળ જે.પી. મહેતા, ધમભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, બાદલભાઇ દવે, રાજુભાઇ, દિગ્વીજયસિંહ જાડેજા, ઝાહીરભાઇ ખફી, બકુલભાઇ વાઘેલા, જયદેવસિંહ પરમાર, ધીરેનભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી તથા કોન્સ. ભુમીકાબેન હાકર, સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા બાર વર્ષથી ફરાર ચમન નાનજીભાઇ ગોહેલ (ઉવ.૫૯) (રહે. હાલ શાસ્ત્રીનગર  શેરી નં.૪ રામાપણ્ીર ચોકડી પાસે મુળ સુરેન્દ્રનગરના ચુડા) રાજકોટ આવ્યો હોવાની ધીરેનભાઇ અને ભુમિકાબેનને મળેલી બાતમીના આધારે ચમન ગોહેલને શાસ્ત્રીનગરમાંથી પકડી લીધો હતો. આ પ્રકરણમાં ચમનનો પુત્ર અલ્પેશ ગોહેલ સગીરાને ભગાડી ગયો હતો.  આગુનામાં અગાઉ અલ્પેશ ગોહેલ અને તેના મામા સુધીર છોટુભાઇ રાઠોડની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ચમન નાશી છૂટ્યો હતો.

(4:34 pm IST)