Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ભુપેન્દ્ર રોડ પરથી ચોરાઉ રીક્ષા સાથે દીપક આહિયા પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી એસઆર ટંડેલની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, એએસઆઇ બી.ડી. મહેતા, હેડકોન્સ વીરેન્દ્રસિંહ ઝાલા, ડી.ડી.જાડેજા, સંજયભાઇ જાદવ અને સાગરદાન ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા અને સાગરદાન ગઢવીને મળેલી બાતમીના આધારે ભુપેન્દ્ર રોડ પરથી જીજે-૯એવી-૩૭૧૯ નંબરની ચોરાઉ રીક્ષા સાથે દીપક રાઘવજીભાઇ આહિયા (ઉવ.૩૫) (રહે. રણુજાધામ સોસાયટી શેરી નં.૩ હુડકો ચોકડી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પુછપરછમાં તેણે આ રીક્ષા સાત દિવસ પહેલા વિજય પ્લોટ શેરી નં.૫માંથી  ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(4:36 pm IST)