Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબીની શ્રી લખધીરવાસ પ્રા.શાળામાં વિજ્ઞાનદિનની ઉજવણી અને વાલી સંમેલન યોજાયું.

મોરબી :રાષ્ટ્રીય વિજ્ઞાનદિન નિમિત્તે સીઆરસી તાલુકા શાળા નંબર ૦૧ ની લખધીરવાસ પ્રાથમિક શાળામાં ત્રિસ્તરીય ઉજવણી કરવામા આવી હતી જેમાં ‘વિજ્ઞાન પ્રદર્શન, વાલી સંમેલન, અને પ્રેરક વાર્તાલાપ’ મુખ્ય હતા. શાળાના આચાર્ય વિડજા ડિમ્પલબેન તથા શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીઓની પ્રગતિ અને નિયમિતતાની ચર્ચા કરી હતી.

જે ઉજવણીમાં સીઆરસી કો ઓર્ડીનેટર શૈલેષ કાલરીયાએ ખાસ હાજરી આપી હતી જેઓએ નૂતન શિક્ષણ પ્રવાહો, અસરકારક પેરેન્ટીંગ, SOE  તથા નવી શિક્ષણનિતી અને સાચી કેળવણી અંગે પ્રેરણાત્મક વાર્તાલાપ કર્યો હતો. વાલી તરફથી પણ ઉપયોગી સુચનો અને જાણકારી મળી હતી. તમામે હાજરી, નાસ્તાની ક્વોલીટી, બાળકોને પ્રોત્સાહન, ગૃહકાર્ય, મૂલ્યાંકન બાબતે નિયમિતતા અંગે પ્રગતિ થાય તેવા પ્રયત્નો કરવા કટિબધ્ધતા દર્શાવી હતી.
આજે વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું જેમાં આશરે 20 જેટલા પ્રયોગોની કૃતિ મૂકાઈ હતી. સાથે જ વૈજ્ઞાનિક પ્રશ્નોતરી કરાઈ હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વિદ્યાર્થીઓ, વાલીકો, એસએમસી અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(12:20 am IST)