Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મીઠાપુર ટાટા કેમ ડી. એ. વી.પબ્‍લિક સ્‍કૂલનું ગૌરવ

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૧: ભારતની સૌથી મોટી ઓનલાઇન સ્‍પોર્ટસ અને ફિટનેસ ક્‍વીઝ મોબાઈલ પ્‍લેટફોર્મ પર ડિસેમ્‍બર ૨૦૨૨માં આયોજિત કરવમાં આવી હતી. ક્‍વીઝની આ બીજી આવૃત્તિમાં ભારતનાં ૭૦૨ જિલ્લાઓની ૧૬૭૦૨ શાળાઓનાં ૬૧૯૮૧ વિદ્યાર્થીઓની વિશાળ ભાગીદારી જોવા મળી હતી. ક્‍વીઝ માટે વિદ્યાર્થીઓ દ્વારા તેમના ઘર અથવા શાળામાંથી લેવામાં આવેલા મોબાઈલ આધારિત બહુવિધ પસંદગીનાં ઓનલાઇન રાઉન્‍ડની રચના કરવામાં આવી હતી.ફીટ ઇન્‍ડિયા ક્‍વીઝની આ સ્‍પર્ધા માં મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્‍લિક સ્‍કૂલની ધોરણ ૧૨ સાયન્‍સની વિદ્યાર્થિની કુ. તનીષકા જોશીએ ગુજરાતમાં પાંચમા ક્રમનું સ્‍થાન મેળવી શાળા તથા મીઠાપુરનું ગૌરવ વધારેલ છે.

(10:36 am IST)