Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કુંવરજીભાઈ બાવળિયાના અધ્‍યક્ષ સ્‍થાને વીંછિયાના હાથસણી પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્‍સવ યોજાયો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧: વિંછીયા તાલુકાના હાથસણી ગામની ચારેય પ્રાથમિકᅠ સરકારી શાળાઓ દ્વારા યોજાયેલ ભવ્‍ય અને દિવ્‍ય સમારોહમાં આશરે ૫૦૦૦ કરતા વધુ લોકો ઉમટી પડી ગરવી ગુજરાત અને પાંચાળ સંસ્‍કૃતિની ઝાંખીના દર્શન કરાવ્‍યા હતા. સમારોહના અઘ્‍યક્ષ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્‍ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્‍ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્‍યો હતો શાળાના બાળકો દ્વારા સ્‍વાગત ગીત - બોના ડાન્‍સ - ફની ડાન્‍સ - ક્રેજી ફની ડાન્‍સ - માઈમ - સોલો ડાન્‍સ - તલવાર રાસ - મેશપ ડાન્‍સ - પ્રાચીન ગરબા - બાંબુ ડાન્‍સ - જંગલ ડાન્‍સ - નાટક જેવીᅠ ૨૩ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ અને હાજર સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા સાંસ્‍કૃતિક રંગારંગ કાર્યક્રમમાં હાથસણી પ્રાથમિક શાળામાં માલધારી સમાજના બાળ વિદ્યાર્થી ખીંટ મીત ગભાભાઇ(ધો.૪) એ પાંચાળ સંસ્‍કૃતિ અને અસ્‍મિતાની ઓળખને ઉજાગર કરતી કૃતિ રજૂ કરતા કાર્યક્રમમાં હાજર પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વધાવ્‍યો હતો.

સરકારી શાળાના શિક્ષક ગણની શ્રેષ્ઠ કામગીરીને

ધ્‍યાનમાં લઇ હાથસણી ગામ અને પ્રાથમિક સ્‍કૂલના તમામ શિક્ષકોને પાંચાળ ગૌરવ એવોર્ડથી સન્‍માનિત કરવાની પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ જાહેરાત કરી હતી. વાર્ષિકોત્‍સવની સાથોસાથ ગામના તેજસ્‍વી બાળકોનુ સન્‍માન - શિક્ષણ જાગૃતતા, વ્‍યસનમુક્‍તિ અભિયાન તેમજ હાથસણી ગામની સ્‍કૂલમાં જેમને મહેંક અને મૂલ્‍યોનો ખ્‍યાલ છે તેવા ગુરૂજનો પાસેથી શિક્ષણ મેળવીને વિવિઘ સરકારી નોકરી મેળવી અલગ અલગ વિભાગમાં ફરજ બજાવનાર કર્મયોગીઓનો સન્‍માન સમારોહ અને સ્‍નેહમિલન યોજાયું હતું.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - સતરંગ જગ્‍યાના મહંત શ્રી હરિરામ બાપા - પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખશ્રી વિનોદભાઈ વાલાણી પ્રમુખશ્રી , સવિતાબેન નાથાભાઈ વાસાણી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, વિજયભાઈ રાઠોડ પ્રમુખશ્રી બક્ષીપંચ યુવા મોરચો ભાજપ, ધવલભાઈ ડી રામાનુજ તાલુકા શિક્ષણ અધિકારી વિછીયા ,

હિતેશભાઈ ખલ્‍યાણી બી.આર.સી વિછીયા, કુલદીપભાઈ પટગીર, ભુપતભાઈ કેરાળીયા, વલ્લભભાઈ ઝાપડિયા, સુરેશભાઈ અણીયાળીયા, નરેશભાઈ તલસાણીયા, હાથસણી ગ્રામ પંચાયત સરપંચ શોભાબેન ડેકાણી, શોભનાબેન ઘુઘલ ઉપસરપંચ, જલ્‍પેશભાઈ મકવાણા, સાગરભાઇ જસાણી વગેરે મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમને શોભાવ્‍યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રીઓ નિકુલસિંહ ચૌહાણ, જાગાભાઈ પ્રાલીયા, મીનલભાઇ પટેલ, વિનોદભાઈ સોલંકી, અશોકભાઈ ગઢાદરા અને ચારેય સ્‍કૂલના શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં હાજર રહેનાર તમામનો શાળાના આચાર્ય નિકુલસિંહ ચૌહાણએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(10:40 am IST)