Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જૂનાગઢમાં કર્મનિષ્‍ઠ કર્મચારીઓએ ભેગી કરેલી મૂડી સ્‍મશાનગૃહમાં દાન કરાઇ

(વિનુ જોષી દ્વારા )જૂનાગઢ તા.૧ : જૂનાગઢ નગરપાલિકા સમયના પૂર્વ ચાર કર્મનિષ્ઠ કર્મચારીઓ પૈકી  નૌતમલાલ દવે,   દિનેશભાઈ ઠાકર,  જગુભાઈ શેઠ,  કાંતિભાઈ ઉદાણી જેઓ પાલિકા વખતના કર્મચારીઓ જેમાંથી નૌતમલાલ દવે એક હયાત છે બાકી બધા લોકધામ પ્રાપ્તિ થયા છે, નૌતમલાલ દવે બાંધકામ શાખાના કર્મચારી બાકી ત્રણેય એકાઉન્‍ટ શાખાના કર્મચારીઓ દ્વારા પોતાના દર મહિને થતા પગારમાંથી જૂજ નક્કી કરેલ રકમ એકત્ર કરતાં ત્‍યારબાદ ઘરખર્ચમાં ઉપયોગમાં લેતા આમ કરતા કરતા આશરે રૂપિયા ૪,૫૦,૦૦૦/- જેવી રકમ એકાઉન્‍ટમાં જમા થઈ હયાત નૌતમલાલ દવેએ જૂના સંસ્‍મરણો થકી એડવોકેટ અને પૂર્વ જજ શહેર અગ્રણી રાજેશભાઈ ઠાકરને હકીકત વર્ણવતા આ એકાઉન્‍ટ માટે મરણ દાખલા રજૂ કરી આ એકાઉન્‍ટ ખોલાવી એમાં પડેલી રકમ સોનાપૂરી સ્‍મશાનગળહમાં જરૂરી વિકાસ કાર્ય હાથ ધરવા એકત્ર કરેલી છે એવું સૌ પરિવારજનોને જણાવતા સૌ ચારેય કર્મચારીઓના પરિવારે એકસૂત્રે અને એકસુરે થઈ આ રકમ મહાનગરપાલિકાને સોનાપુર સ્‍મશાનગળહ માટે ઉપયોગ અર્થે ફાળવવા મહાનગરપાલિકા જુનાગઢના ભાજપા સતાધીશો સર્વ મેયર ગીતાબેન પરમાર, કમિશનર તન્ના, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્‍ટે.ચેરમેન  હરેશભાઈ પરસાણા, શાશક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ મશરૂ, પૂર્વ ભાજપ મહામંત્રી અને તીર્થ પુરોહિત મંડળના અધ્‍યક્ષ નિર્ભય પુરોહિત, પૂર્વ નગરપાલિકા અધ્‍યક્ષા અને કોર્પોરેટર આરતીબેન જોષી અને સોનાપૂર સ્‍મશાનગળહ ઇન્‍ચાર્જ ઓફિસર હાજાભાઇ ચુડાસમાની આજરોજ ઉપસ્‍થિતિમાં આ રકમમાંથી વુડ કટર મશીન ખરીદી મનપા જૂનાગઢ સોનાપુરિ સ્‍મશાનગળહ સ્‍ટાફને અર્પણ કરાયું હતું.

 પૂનીતભાઈ શર્મા તથા સર્વે અગ્રણીઓએ સાથે મળી આ રકમ ઇલેક્‍ટ્રિક વુડન કટર મશીન ની ખાસ જરૂરતને ધ્‍યાનમાં  લઈ અગ્રણીઓ અને દિવંગત કર્મચારીઓના પરિવારજનોની હાજરીમાં આ વુડન કટર મશીન મહાપાલિકાને અર્પણ કરવામાં આવેલ જેને તમામ પદાધિકારીઓએ બિરદાવેલ અને આ પ્રેરણારૂપ કિસ્‍સા તથા પરિવારજનોની કર્મઠતા ને સત્‍કારી આ ભગીરથ કાર્ય અને પુણ્‍યાત્‍માઓ ની ઈચ્‍છા અને વચનને સિદ્ધ કરવા બદલ આભાર પાઠવેલ. આ તકે એડવોકેટ અગ્રણીઓ જયદેવભાઈ જોશી, અજયભાઈ જોબનપુત્રા, કાર્તિકભાઈ પુરોહિત, અશોકભાઈ ભટ્ટ, વિરલ જોશી, પ્રકાશભાઈ લછાણી, વીએચપીના અગ્રણીઓ હિરેનભાઈ રૂપારેલિયા, દવેભાઈ, મનુભાઈ વાઘેલા તથા સમગ્ર સોનાપુરી સ્‍ટાફ સહિતના મુખ્‍ય આગેવાનો હાજર રહેલ હતા.

(10:44 am IST)