Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબી : ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રજુઆત

ભારતીય કિસાન સંઘના પ્રમુખે કરી ઉચ્‍ચકક્ષાએ રજુઆત

મોરબી,તા. ૧: રાજયમાં ડુંગળી વાવતા ખેડૂતોના હાલ બેહાલ જોવા મળે છે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ખર્ચ જેટલી પણ ઉપજ થતી ના હોય જે મામલે ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખે રાજયના કૃષિમંત્રીને રજૂઆત કરી છે.

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી જણાવ્‍યું છે કે ખેડૂતને ડુંગળીનું વાવેતર કરવામાં બીટામણ કરવું, કટા ભરવા, યાર્ડ સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય તે સરભર થાય તેટલા રૂપિયા પણ ડુંગળીમાં ઉપજતા નથી જેથી ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે ખેડૂતોની દયનીય સ્‍થિતિનો સરકાર અત્‍યારે વિચાર નહિ કરે તો ક્‍યારે કરશે ? તેમ જણાવીને ખેડૂતોના હિતમાં યોગ્‍ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે ખેડૂતોને ડુંગળીના યોગ્‍ય ભાવો મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવા કૃષિ મંત્રીને જણાવ્‍યું છે.

(10:46 am IST)