Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સુરેન્‍દ્રનગરમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

વઢવાણ : ગુજરાત સરકાર નાં શિક્ષણ વિભાગ, GCERT ગાંધીનગર, DIET સુરેન્‍દ્રનગર, જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્‍દ્રનગર અને જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્‍દ્રનગરનાં સયુંકત ઉપક્રમે આયોજિત ૫૦ મું રાજ્‍ય કક્ષાનાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૨૨ -૨૩નું ઉદ્ધાટન સત્ર  સંસ્‍કાર ધામ ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવ્‍યું, જેમાં શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર એ ભારતીય વૈદિક શોધો અને હાલની શોધોનો ભારતીય સંસ્‍કળતિ પ્રત્‍યે નો દૃષ્ટિકોણ રજૂ કર્યો, ભારત સરકારનાં કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી ડો. મહેન્‍દ્રભાઈ મુંજપરા એ વિજ્ઞાન ની શોધો અને તાતી જરૂરિયાત વિશે સમજ આપી, નાયબ મુખ્‍ય દંડક જગદીશ ભાઈ મકવાણા,  ધ્રાંગધ્રા નાં ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા,  gcert નિયામક ડી.એસ.પટેલ, ડાયેટ સુરેન્‍દ્રનગર આચાર્ય ડો.સી.ટી.ટૂંડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્‍દ્રભાઈ મુંજપરા, dpeo સુરેન્‍દ્રનગર શિલ્‍પાબેન પટેલ, deo સુરેન્‍દ્રનગર  કે.એન. બારોટ, રાષ્‍ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્‍દ્રનગરનાં તાલુકા અને જિલ્લા હોદેદારો રણછોડભાઈ કટારીયા, દશરથસિંહ અસવાર, ભગીરથસિંહ રાણા ભરતસિંહ ચાવડા, જીજ્ઞેશભાઈ આલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(10:50 am IST)