Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજીએ કચ્છના અંતરિયાળ અબડાસા તાલુકામાં કાર્યકરોને બુથ સશકિતકરણ અંગે આપ્યું માર્ગદર્શન

પર્યાવરણ સંવર્ધનના ભાગરૂપે આરીખાણા ગામે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજીએ કચ્છ પ્રવાસના તૃતિય દિને અબડાસા તાલુકાના અંતરિયાળ એવા આરીખાણા ગામની મુલાકાત લીધી હતી અને વિશેષપણે ખુથ સશક્તિકરણની બેઠક યોજીને ઉપસ્થિત કાર્યકરોને બુથ મેનેજમેન્ટની મહત્તા વિશે તેમની આગવી શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડયું હતું. પર્યાવરણ સંવર્ધનના ભાગરૂપે આરીખાણા ગામે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવીને તેમણે

પાર્ટીના સૌ ઉપસ્થિત કાર્યકરોને આગામી દિવસોમાં વૃક્ષારોપણ સહિતની પર્યાવરણ બચાવની પ્રવૃતિઓમાં સન્ધિપણે જોડાવા

આવાહન કર્યું હતું. તેમની આ મુલાકાત વેળાએ પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ

અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુંભાઈ પટેલ સાથે જોડાયા હતા.

બેઠકને સંબોધતા રત્નાકરજીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે પ્રત્યેક ચૂંટણી એ પ્રજા પાસે પાર્ટીએ કરેલા કાર્યોનું સરવૈયું કાઢવાની એક ઉમદા ઘટના છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ફકત ચુંટણીના સમયગાળામાં આવીને ઠાલા વચનો જ નથી આપતો પરંતુ હર હંમેશ પ્રજાની વચ્ચે જન સેવાના કાર્યોનું ભાથું લઈને પ્રવૃત રહે છે. ચુંટણી સમયે સુક્ષ્મ સ્તરનું બુથ મેનેજમેન્ટ એ અત્યંત અનિવાર્ય અને આવશ્યક બાબત બની રહે છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ દ્વારા લાગુ કરાયેલી પેજ કમીટીની ફોર્મ્યુલા અત્યંત ઉપયોગી બની રહેશે.

પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, બુથ સંરચના અને સંચાલન એ ભારતીય જનતા પાર્ટીનું અમોઘ શસ્ત્ર છે. બુથ સમિતિના સભ્યો, શકિત કેન્દ્રના હોદેદારો તેમજ પેજ સમિતિના સભ્યોના ત્રિવેણી સંગમથી ભારતીય જનતા પાર્ટીની વાત અને વિચાર ઘર ઘર સુધી પહોંચે છે અને પક્ષની વિચારધારા સાથે જોડાયેલા લોકોને આ માધ્યમથી પક્ષ સાથે પ્રત્યક્ષપણે જોડી શકાય છે ત્યારે આવા સંજોગોમાં સશક્તિકરણના કાર્યક્રમો ગામે ગામ સફ્ળતાપૂર્વક યોજાય એ આપણા સૌની સહિયારી ફરજ બની રહે છે. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, બુથ સમિતિ એ છેક છેવાડાના માનવીને સંગઠન અને સરકાર સાથે જોડતી ખૂબ મજબૂત કડી છે. સરકારી યોજનાઓની જમીની સ્તરે યોગ્ય ફળશ્રુતિ માટે તેમજ સામા પક્ષે જન સમુદાયમાં પ્રવતી રહેલી લાગણીઓને સંગઠન અને સરકાર સુધી પહોંચાડવામાં પેજ સમિતિ, થ સમિતિની ભૂમિકા અત્યંત અગત્યની બની રહે છે. કાર્યક્રમ બાદ કચ્છના પશ્ચિમ છેડે ઘુઘવતા અરબ સાગરના કિનારે શ્રી પીંગલેશ્વર મહાદેવના સૌ મહાનુભાવો દર્શન કરીને અભિભૂત બન્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ ભાજપ મંત્રી પંકજભાઈ ચૌધરી, દેવજીભાઈ વરચંદ, અબડાસા તાલુકા ભાજપ મહામંત્રી અરિવંદભાઈ શાહ, જયદિપસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત વિષેક્ષના નેતા મહાવિરસિંહ જાડેજા સહિત મંડલ હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધીઓ, પેજ સમિતિ, બુધ સમિતિ, શક્તિ કેન્દ્રના હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(11:08 am IST)