Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઓવરબ્રિજના કામના કારણે લીંબડી - બગોદરા હાઇવે ઉપર ૧૫ કિ.મી. લાંબો ટ્રાફિકજામ

એસ.ટી. બસ, ટ્રક, કાર સહિત નાના-મોટા વાહનો ફસાયા : લીંબડી - સાયલા પોલીસ દ્વારા વાહન વ્‍યવહાર પૂર્વવત કરાયો

વઢવાણ : ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર વહેલી સવારથી લીંબડી અને બગોદરા વચ્‍ચે ૧૫ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. (તસ્‍વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧ : સુરેન્‍દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ગણાતા રાજકોટ લીંબડી બગોદરા હાઈવે ઉપર છેલ્લા ચાર કલાકથી વધુ સમયથી સતત ટ્રાફિક વધી રહ્યો છે ત્‍યારે બગોદરા થી લઈ અને સાયલા સુધી ટ્રાફિક સમસ્‍યા સર્જાય છે અને ૧૫ કિ.મી સુધીનો ટ્રાફિક સર્જાવવા પામ્‍યો છે.

આ માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક વાર અનેક વખત અકસ્‍માતો પણ સર્જાયા છે ત્‍યારે હાલમાં અત્‍યારે નાડાઓના કામ ચાલી રહ્યા છે ત્‍યારે આ માર્ગ ઉપર વાહન વ્‍યવહાર અસંખ્‍ય પસાર થતા હોવાના કારણે વાહનોના ચાલકોને ભારે મુશ્‍કેલી પડી રહી છે ત્‍યારે સાયલાથી બગોદરા સુધીની ટ્રાફિક સમસ્‍યા સર્જાય છે અને લીંબડી થી સાયલા સુધી ૧૫ કિ.મી સુધીનો ટ્રાફિક હાલમાં સર્જાવા પામ્‍યો છે ત્‍યારે તાત્‍કાલિક અસરે સાયલા પોલીસ તેમજ લીમડી પોલીસ ટ્રાફિકને પૂર્વક કરાવવા માટે પહોંચી હતી અને વાહન વ્‍યવહાર પૂર્વવતઃ કરાયો હતો. પરંતુ ટ્રાફિક બગોદરા સુધી આ સમસ્‍યા સર્જાય હોવાના કારણે ટ્રાફિક પૂર્વવત કરાવવામાં ભારે મુસીબત સામનો કરવો પડી હ્યો છે.  ઓવરબ્રીજના કામોને લઈ અને ટ્રાફિક સમસ્‍યા સર્જાય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્‍યારે આ રોડ રસ્‍તાના કામો કેટલા દિવસ ચાલશે અને ત્‍યાં સુધી ચાલશે તેનો પણ સમય નક્કી નથી હાલમાં તો હાઇવે ચક્કાજામ થઈ ગયો છે. અનેક મુસાફરો પણ એસટી બસોમાં અટવાયા છે ત્‍યારે અનેક નાના મોટો વાહનો જેવા કે કાર સહિતના પણ અસંખ્‍ય વાહનો આ ટ્રાફિકમાં અટવાઈ પડ્‍યા હતા.

(11:23 am IST)