Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઓખાના દરિયા કિનારે કુદરતી સૌંદર્યને નજારો

ઓખા : કેનવાસ પર કોઇ કલાકાર પીંછીથી સુંદર કુદરતી દ્રશ્‍ય બનતુ હોય છે. તેમ આકાશરૂપી કેનવાસ પર કુદરતે સજેલુ અદભુત ચિત્ર ઓખાના દરીયા કિનારે શિયાળાની સવાર-સાંજ ઉગમતા અને આથમતા સુર્ય સમયે જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ઓખા ગામ દેશના પヘમિ કિનારે છેવાડા પર આવેલુ ગામ છે. ઓખા અનોખુ નહીં પણ જગથી નોખુ ગણાય છે. અહીં તમામ ઋતુ સપ્રમાણ રહે છે. દરિયા કાંઠે વસેલા આ ગામમાં ઉનાળે પણ ઠંડુ વાતાવરણ રહે છે. અને શિયાળામાં ગુલાબી ઠંડી જોવા મળે છે. અહીંનો શિયાળાની સુપ્રભાતે ઉગતા સૂર્ય અને સાંજે ડૂબતા સૂર્યનો નજારો અલૌકિક રહે છે. વહેલી સવારથી લોકો દરીયા કિનારે વોકિંગ કરી ઉગતા સૂર્યને પુજા કરી સૂર્ય સ્‍નાન કરે છે. (તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઇ-ઓખા)

(11:58 am IST)