Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વિકાસ ગ્રાહક સુરક્ષાના ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના હોદેદારોને નિમણુક પત્ર એનાયત

(ભરત બારાઇ દ્વારા) ઓખા, તા.૧: જામનગરમાં ગુજરાત સેવા સમિતી દ્વારા એવોર્ડ એનાયત અને ગ્રાહક સુરક્ષા સમિતિના નવ યુકત હોદેદારને નિમણુક પત્ર એનાયત કરવામાં આવેલ જેમાં ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ ગ્રાહક સુરક્ષાના જીલ્લા પ્રમુખ તરીકે ઓખાના શ્રી મહેશભાઇ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ રાઠોડ, અને મંત્રી તરીકે દિપકભાઇ વિઠ્ઠલાણીને હોદા આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમનું આયોજન સૌરાષ્‍ટ્ર પ્રમુખ શ્રી વિશાલભાઇ પોપટ દ્વારા કરવામાં આવેલ હતું. આ તકે જામનગર તથા દ્વારકા જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(11:59 am IST)