Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં કલા દર્પણ કાર્યક્રમ

 મીઠાપુરઃ ઓખામંડળ તાલુકા માં આવેલી વર્ષો જૂની અને પ્રસિધ્‍ધ એવી શ્રી મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળા માં ગત તારીખ ૨૫/૨/૨૩ ને શનિવાર નાં રોજ શાળા નાં તેજસ્‍વી વિદ્યાર્થીઓ ને સન્‍માનિત કરવા માટે પુરસ્‍કાર વિતરણ સમારોહ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો કલા દર્પણ નું શાનદાર આયોજન કરવામાં આવ્‍યું હતું.આ તકે મીઠાપુર ટાટા કેમિકલ્‍સ નાંᅠએન કામથᅠ, અન્‍ય અધિકારીગણ, શાળા ની કમિટી નાં સભ્‍યો, મીઠાપુર હાઈસ્‍કુલ નાં આચાર્ય તથા તેમનો શિક્ષકગણ અને મીઠાપુર ઇન્‍ચાર્જ પી આઇᅠમનીષ મકવાણાᅠઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનાં જ નાના નાના ભૂલકાઓ દ્વારા સરસ્‍વતી વંદના, હનુમાન ચાલીસા, ગરબા વગેરે રજૂ કરી ઉપસ્‍થિત લોકો નાં દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત શાળાનાં તેજસ્‍વી તારલાઓને ઉપસ્‍થિત અતિથિગણ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત શાળા નાં જ છેલ્લા ૩૫ વર્ષ થી અવિરત સેવાઓ પૂરી પાડતા એવા શ્રી કિશોરભાઈ કવા અને જાગૃતિબેન વાયડાને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળા નાં કા. આચાર્યા શ્રી આરતીબેન પી. કંસારા ઉપરાંત તમામ શિક્ષકોનો સિંહફાળો રહ્યો હતો.(તસ્‍વીર - અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા - મીઠાપુર)

(12:00 pm IST)