Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગરમીમાં સતત વધારો : તાપમાન ઉંચુ

મોડી રાત્રીના અને સવારે પણ ઠંડક સામાન્‍ય : બપોરે ધોમધખતો તાપ

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે અને મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે.

મોડી રાત્રીના અને વહેલી સવારે પણ સામાન્‍ય ઠંડક પડે છે. જો કે બપોરે ધોમધખતો તાપ યથાવત છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : આજે સોરઠના તાપમાનમાં વધારો થતા ઉનાળાની મક્કમ શરૂઆત થયેલ છે.

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર સવારે લઘુત્તમ તાપમાન ૧૧.૯ ડિગ્રી નોંધાતા પર્વતીય વિસ્‍તારમાં ગુલાબી ઠંડી રહી હતી.

જ્‍યારે જૂનાગઢમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૬.૯ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને પવનની ઝડપ ૪.૩ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૧૮.૫, મહત્તમ તાપમાન ૩૪.૫, ભેજનું પ્રમાણ ૯૮ ટકા, પવનની ગતિ ૪ કિ.મી. રહ્યું હતું.

(12:05 pm IST)