Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પોરબંદર અસ્‍માવતી બારામાંથી રેતી નિકાલ કાર્ય

પોરબંદરઃ અસ્‍માવતી ઘાટ અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ (બારૂ) રેતીના ભરાવાથી બંધ થવાથી બોટો અને નાની હોડી ને અવર જવરમાં તકલીફ થવાથી સમસ્‍ત ખારવા સમાજના પ્રમુખશ્રી પવનભાઇ શિયાળ તથા પાંચ પટેલો તેમજ માચ્‍છીમાર બોટ એસોસીએશનનાં પ્રમુખ મુકેશભાઇ પાંજરી તથા કમીટી મેમ્‍બર્સ દ્વારા લોકસભા સાંસદ રમેશભાઇ ધડુક અને પુર્વ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાને રજુઆત કરતા સાંસદ રમેશભાઇએ ટેલીફોનીક મત્‍સ્‍યોદ્યોગ મંત્રી રાઘવજીભાઇ પટેલ ને જણાવતા તેમને માપલાવારીમાં વાર્લવોલનું કામ ચાલુ હતુ ત્‍યાંના કન્‍ટ્રકશનનાં કોન્‍ટ્રાકટર સાથે વાતચીત કરતા તાત્‍કાલીક બારાના મુખમાં મોટુ હિતાચી મશીન ફાળવીને રેતી કાઢીને ઉપરની સાઇડ નાંખવાનું શરૂ કરવામાં આવેલ છે તે તસ્‍વીર.

(12:11 pm IST)