Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબી પાલિકાને વ્‍યાજમાફી ફળી : ૧૦ દિ'માં ૧ કરોડથી વધુની આવક

રૂ.૪૨ લાખની કર રાહત અપાઈ, બાકી રહેલા એક મહિના કુલ ૮ કરોડના કરવેરાની આવક થાય તેવો સંકેત

  મોરબી,તા.૧ : પાલિકામાં છેલ્લા ૧૦ મહિનામાં ચાલુ નાણાકીય વર્ષના કરવેરાની આકરાણી મંથર ગતિએ થયા બાદ હવે છેલ્લી ઘડીએ કરવેરાની વસુલાતની ગાડી ટોપ ગિયરમાં દોડવા લાગી છે. ૧૦ મહિનામાં માત્ર ૯ કરોડથી વધુના કરવેરાની વસુલાત થઈ હોય ત્‍યારે છેલ્લી ઘડીએ તંત્ર ઉઘામાથે થઈને સરકારની કરવેરા ઉપર વ્‍યાજમાફીની યોજના લાગુ કરતા જાણે કરવેરા ભરવા માટે હોડ લાગી હોય એમ માત્ર ૧૦ દિવસમાં એક કરોડના કરવેરાની આવક થઈ છે.

 લાંબા સમયથી વેરા વસુલાત ન થઈ ન હતી ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા વેરા પર વ્‍યાજ માફી યોજના લાગુ કરી હતી જે બાદ પાલિકામાં વેરો ભરવા આવનર લોકોની સંખ્‍યામાં વધારો થયો છે. પાલિકામાં ગત ૧૬ ફેબ્રુઆરીથી વેરા માફી યોજનાનો પ્રારંભ થયો હતો. લોકોનો કરવેરા ભરવામાં એટલી હદે ઘસારો થતા છેલ્લા દસ દિવસમાં એક કરોડના કરવેરાની આવક થઈ છે. જેમાં ૪૨ લાખની રિબેટ આપવામાં આવી છે આ સિવાય એક કરોડની આવક થઈ હોય અને હજુ એક મહિનો બાકી હોય ૮૨ હજાર અસામીઓ પાસેથી કુલ બાકી રૂ.૨૯.૭૧ કરોડના કરવેરામાંથી અત્‍યાર સુધીમાં ૨૧૬૪૫ લોકોએ ૧૦.૩૩ કરોડના કરવેરા ભરી જતા હવે માર્ચ એન્‍ડીગ સુધીમાં અંદાજીત ૧૮ કરોડના કરવેરાની આવક થાય તેવો સંકેત મળ્‍યા છે. (

(12:16 pm IST)