Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબી પાલિકા કચેરી પાછળ જ ગંદકીના ગંજ મોરબી

દિવા પાછળ અંધારું એ કહેવત મોરબી નગરપાલિકાને સ્‍વચ્‍છતાની બાબતમાં યથાર્થ લાગુ પડતી હોય એમ સ્‍વચ્‍છતાનો પાઠ ભણાવનાર તંત્ર ખુદ જ સ્‍વચ્‍છતા રાખવામાં ઉણું ઉતર્યું છે. જેમાં મોરબી નગરપાલિકા કચેરીની એકદમ પાછળ ગંદકીના ગંજ ખડકાયા છે. તેથી તંત્ર ખુદ જ પાલિકામાં સફાઈ કરાવી શકતું ન હોય ગામની સફાઈ કયાંથી કરાવી શકશે ?  મોરબી નગરપાલિકા શહેરને સ્‍વચ્‍છ રાખવા માટે લખખૂટ ખર્ચ કરતું હોય પણ ખુદ જ સ્‍વચ્‍છતા રાખવાનું ચુકી ગયું હોય એમ મોરબી નગરપાલિકા કચેરી પાછળ માથું ભમી જાય તે હદે બેસુમાર ગંદકી છવાઈ ગઈ છે. નગરપાલિકાની કચેરી પાછળ ભંયકર હદે ગંદકીના થર જામ્‍યા છે અને સતત ગટરના પાણી ઉભરાયા કરે છે. ભંયકર રીતે ગંદકીને કારણે મચ્‍છરોનો ત્રાસ અતિશય રહેતો ખુદ પાલિકાના સ્‍ટાફને જ મચ્‍છરોના ચટકા બટકાનો ત્રાસ સહન કરવો પડે છે. જો કે નગરપાલિકા પાછળ જ ગંદકી હોય એની સફાઈ તંત્ર કરવામાં ભારે બેદરકારી દાખવતું હોય શહેરમાં ઠેરઠેર ગટરના ઉભરતા પાણી અને કચરાના ગંજની કયાંથી સફાઈ કરાવી શકે ?

(12:17 pm IST)