Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મિતાણા તાલુકા શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી રાજકોટ

ડો. વિક્રમ સારાભાઇ કોમ્‍યુનીટી સાયન્‍સ સેન્‍ટર અને મિતાણા તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ગણિત વિજ્ઞાન શિક્ષક કલ્‍પેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી. જેમાં આસપાસના ગામોની પેટા શાળાઓએ ભાગ લીધો હતો. જે દરમિયાન ગણિત વિજ્ઞાનમાં દશકા જેટલા સમયથી નિષ્‍ઠા અને ઉત્‍સાહભેર ફરજ બજાવનાર શિક્ષકોનું સન્‍માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મિતાણા તાલુકા શાળાના આચાર્યશ્રી કિરણબેન વસોયા, સી.આર.સી. કોઓર્ડીનેટર કૌશિકભાઇ ઢેઢી વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ ટંકારા તાલુકા બી.આર.સી. કોઓર્ડીનેટર ફેફર અલ્‍પેશભાઇની યાદીમાં જણાવાયુ છે.

(12:18 pm IST)