Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મીઠાપુર ટાટા કેમિકલ્‍સના શ્રમયોગીઓની ચૂંટણીમાં મઝદુર સંઘનો વિજય

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૧: મીઠાપુર ટાટા કેમિકલ્‍સનાં શ્રમયોગીઓ ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ઓખામંડળ તાલુકાના ઓદ્યોગિક શહેર મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્‍સ લિમિટેડ મીઠાપુર નાં શ્રમયોગીઓ ની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ મતદારો ૩૪૯ હતા જેમાંથી ૩૩૫ જેટલું મતદાન થયું હતું જયારે ૨ મત રદ થયા હતા. કેમિકલ્‍સ કામદાર સંઘ ને ૧૨૯ મતો મળ્‍યા હતા અને ટાટા કેમિકલ્‍સ મઝદૂર સંઘ (બી.એમ.એસ.)ને ૧૬૪ મતો મળ્‍યા હતા જયારે ટાટા કેમિકલ્‍સ એમ્‍પ્‍લોઇઝ યુનિયનને ૪૦ મતો મળ્‍યા હતા. આમ ટાટા કેમિકલ્‍સ મઝદૂર સંઘ (બી એમ.એસ.)ની જીત થઇ હતી. આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થઈ હતી.

(12:19 pm IST)