Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પીચકારી રાજકીય, રંગ સેવાનોઃ બ્રિજેશ મેરજાનો જન્મદિન

પતઝડ કે બાદ હી વસંત આતા હૈ, નયી આશા કી કિરણ લાતા હૈ...

રાજકોટ : ગુજરાતના પંચાયત અને શ્રમ રોજગાર વિભાગના (અ) ભૂતપૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા પર આજે જન્‍મદિનની શુભેચ્‍છા અવિરત વરસી રહી છે. તેમનો જન્‍મ ૧૯૫૮ના વર્ષની તા. ૧ માર્ચ થયેલ આજે તેમના યશસ્‍વી જીવનના ૬૬માં વર્ષનો પ્રથમ દિવસ છે. રાજકીય સમીકરણો બદલ્‍યા પણ સેંકડો ચાહકો માટે તેમનો ભાવ અને પ્રભાવ યથાવત છે. તેમની રાજકીય પીચકારીમાં હંમેશા સેવાનો રંગ રહેલો છે. રંગાઇ ગયા (કેસરિયા) રંગમાં, જનસેવા તણા સંગમાં..

શ્રી બ્રિજેશ મેરજા ધારાસભ્‍ય હોય કે ન હોય, સારા સભ્‍ય તરીકેની તેમની ઓળખ અકબંધ છે. ભૂતકાળમાં રાજયના ૧૨ પ્રધાનોના અંગત મદદનિશ કે અંગત સચિવ રહ્યા બાદ ખુદ પ્રધાન તરીકે રહ્યાનો મબલખ અનુભવ તેમની પાસે છે. લોકપ્રશ્‍નોના નિકાલમાં નહિ, ઉકેલમાં માને છે. તેમણે જનસંપર્ક જાળવી રાખ્‍યો છે. યે આસમાન કા ઇશારા હૈ, કલ કા સૂરજ તુમ્‍હારા હૈ...

જાહેર જીવનમાં તડકા-છાંયા (અને પડછાયા) જોઇ ચૂકેલા શ્રી બ્રિજેશ મેરજાનું વ્‍યકિતત્‍વ એવો સંદેશ આપે છે કે ‘સદૈવ પ્રસન્‍ન રહીએ, જો પ્રાપ્‍ત હૈ વહ પર્યાપ્‍ત હૈ, જીસકા મન મસ્‍ત હૈ, ઉસકે પાસ સમસ્‍ત હૈ....'(૨૨.૧૪)

મો. ૯૮૭૯૫ ૨૩૦૭૯ ગાંધીનગર

(12:20 pm IST)