Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગોંડલના ભુણાવા ગામે કુવામાં પડી જતા અજાણ્‍યા યુવકનું મોત

ફોરેન્‍સીક પી.એમ.માં પડી જતા મોત થયાનું ખુલ્‍યું : ઓળખ મેળવવા તપાસ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૧ :  તાલુકાના ભુણાવા ગામની સિમનાં કુવામાંથી અજાણ્‍યા યુવકની લાશ મળ્‍યા બાદ રાજકોટ ખસેડાતા યુવકનું પડી જતા મોત થયાનું ખુલ્‍યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા ગામના સિમ વિસ્‍તારમાં આવેલ નરશીભાઈ જસમતભાઈ પટેલ ના વાડીનાં કુવામાં અજાણ્‍યા યુવક ની લાશ તરતી હોવાની થતા પોલીસ અને તરવૈયાઓ એ સ્‍થળ પર પહોંચી  કુવામાંથી અજાણ્‍યા યુવક ના મળતદેહ ને બહાર કાઢયો હતો યુવાન નો મળતદેહ કોહવાયેલી હાલત માં હોય પોસ્‍ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્‍પિટલ બાદ ફોરેન્‍સિક પી.એમ.માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. ફોરેન્‍સીક પી.એમ. રીપોર્ટમાં આ યુવકનું પડી જતા મોત થયાનું જાહેર થતા પોલીસે આ અજાણ્‍યા યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)