Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વિસાવદર લાયન્‍સ કલબમાં વર્ષોથી સેવા આપતા ડિસ્‍ટ્રિક્‍ટ ચેરપર્સન-ધારાશાષાી ભાસ્‍કરભાઈ જોશીનું ભવ્‍ય સન્‍માન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧: વિસાવદર લાયન્‍સ કલબની પારિવારિક તોહમિલન સાથે સ્‍ટાફ બેઠક સંપન્ન થઈ હતી.લાયન્‍સ કલબના પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા,સેક્રેટરી રમણીકભાઈ ગોહેલ, ટ્રેઝરર લાયન ભાવેશભાઈ પદમાણીના સયુંકત માર્ગદર્શન હેઠળ લાયન્‍સ કલબ વિસાવદરની પારિવારિક તોહમિલન સાથે સ્‍ટાફ બેઠક વિસાવદર- જુનાગઢ રોડ પર આવેલા કરમશીભાઈ રીબડીયાના ફાર્મ હાઉસ ખાતે મળી હતી.જેમાં ચાલું વર્ષની લાયન્‍સ કલબની સેવાકીય પ્રવળત્તિઓ તેમજ બાકી રહેલા વર્ષનાં માસ દરમ્‍યાન કરવાની થતી સેવાકીય પ્રવળત્તિઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ સાથે છેલ્લા ૨૭ સત્‍યાવીસ વર્ષોથી જેમની લાયન્‍સ કલબ વિસાવદરમા અવિરતપણે સેવા રહેલી છે એવા લાયન્‍સ કલબ વિસાવદરના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રિકટ ચેરપર્સન લાયન ભાસ્‍કરભાઈ જોશીની સેવાને બિરદાવતા તેમને મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ સાથે તેમના ધર્મપત્‍નિ શ્રીમતી નયનાબેન જોશીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ સાથે મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ. કાર્યક્રમમા હાજર રહેલા લાયન્‍સ પરિવારના બાળકોને રમકડાં ની કિટ ભાસ્‍કરભાઈ જોશી દ્વારા આપવામાં આવેલ તેમજ ચાલુ વર્ષ દરમ્‍યાન ડ્રિસ્‍ટ્રિકટ ગવર્નર લાયન્‍સ કલબ ૩૨૩૨ જે સૌરાષ્‍ટ્ર- કચ્‍છ ઝોન દ્વારા જેમને મંથ ઓફ પ્રેસિડેન્‍ટ હીરો તેમજ મંથ ઓફ બેસ્‍ટ સેક્રેટરી એવોર્ડ મળેલ છે એવા પ્રેસિડેન્‍ટ લાયન ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી લાયન રમણીકભાઈ ગોહેલ નુ લાયન્‍સ કલબ દ્વારા મેમેનટ અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્‍યામાં લાયન્‍સ કલબ વિસાવદર પરિવાર તેમજ સ્‍નેહીજનો- સમાજશ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:36 pm IST)