Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જૂનાગઢ મહાનગરપાલિક દ્વારા જી-૨૦ સમિટ-૨૦૨૩ ન્‍મિતે સીટી વોક (મેરેથોન)નું આયોજન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧: વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્‍કૃતિથી ‘વસુધૈવ કુટુંબકમ'ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે જી-૨૦ સમિટ-૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્‍યુ છે. ગુજરાત રાજયના આંગણે જી-૨૦ સમિટની મહત્‍વની ૧૬ ઇવેન્‍ટ આ વર્ષમાં થવા થઇ રહી છે. ત્‍યારે મહાનગરપાલિકા વિસ્‍તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્‍યક્ષ યા પરોક્ષ રીતે જોડાય અને વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી જી-૨૦ સમિટ વર્ષ ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુંદર તથા સુચારૂ રીતે થાય જેના ભાગ રૂપે આગામી તા. ૨ ગુરૂવારના સવારે ૯ કલાકે સીટી વોક (મેરેથોન) રૂટ-શહિદ સ્‍મારકથી એમ.જી.રોડથી કાળવા ચોકથી બહાઉદીન કોલેજ સુધીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌ શહેરીજનોને જોડાવા મેયર ગીતાબેન એમ.પરમાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

(1:37 pm IST)