Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જામનગરની વણિક મહિલા લાપતા

જામનગર તા.૧ : સીટી બી ડીવી પો.સ્‍ટે. ગુમ નોંધ નં.૦૬-ર૦રર તથા તા.૭-પ-ર૦રરના કામે મયુરભાઇ અશોકભાઇ પુનાતર જાતે જૈન વાણીયા ધંધો પ્રા. નોકરી રહે. પટેલ કોલોની શેરી નં.૩ રોડ નં.૦૩ સાડીના કારખાના પાસે, વિક્રમ એપાર્ટમેન્‍ટની બાજુમાં જામનગર મો.નં.૮ર૦૦૮ ૫૬૩૨૬ વાળાની જાહેરાત મુજબ તેમના માતા હેતલબેન ઉ.વ.૪૮ ધંધો ઘરકામ ગઇકાલ કોઇને કહ્યા વગર કયાંક ચાલ્‍યા ગયેલ હોય જે આજ દિન સુધી પરત ફરેલ નથી.

મજકુર મહિલા શરીરે મધ્‍યમ બાંધાના ઉજળા તેમજ મધ્‍યમ લાંબા કાળા વાળ તેમજ આંખો કાળી છે. ઉંચાઇ આશરે પાંચ ફૂટ બે ઇંચ છે. તેને છેલ્લી કુર્તી દુધીયા કલરની તેમજ નીચે કાળા કલરની લેંઘી તેમજ કાળા કલરનો દુપટ્ટો પહેરેલ હતો. આ ગુમ અંગે કોઇને પતો મળે તો પી.આર.ઓ. પોલીસ કંટ્રોલ રૂમ જામનગરને જાણ કરવા જણાવાયું છે.

(1:37 pm IST)