Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કાલે વેરાવળમાં આહીર સમાજ દ્વારા સમુહલગ્ન યોજાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧:આહીર સમાજ યુવા સંગઠન દ્રારા સમુહલગ્નનું ભવ્‍ય આયોજન કરાયેલ છે.

  ડો.રામભાઈ સોલંકીએ એક યાદીમાં જણાવેલ છેકે આહીર યુવા સંગઠન દ્રારા પાંચમો સમુહલગ્ન મહોત્‍સવ યોજવામાં આવશે તેમાં ૯ દિકરીઓ જોડાશે આ સમુહલગ્ન તા.ર/પ/ર૩ ના રાખેલ છે જેની નોંધણી વ્‍હેલા તે પહેલા ના ધોરણે કરાવવામાં એક યાદીમાં જણાવેલ છે.

વેરાવળ ની આઈ.ડી.ચૌહાણ હાઈસ્‍કુલની એન.એસ.એસ યુનીટની રજત જયંતી ઉજવણી મોરાજ ગામે કરવામાં આવેલ અને રપની વાર્ષિક શીબીર નું સમાપન યોજવામાં આવેલ જેમાં પ્રાથામીક જીલ્લા શિક્ષણધિકારી ડો.વાજા અને શાળાના એડમીનિસ્‍ટ્રેટર યુસુફભાઈ ડીગીદ્રારા પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવેલ અને જુદા જુદા સમાજના પ્રમુખો,ફીશ ઉદ્યોગપતિઓ, ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

(1:38 pm IST)