Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભવનાથ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

 જુનાગઢ ભવનાથ પોલીસ સ્‍ટશેન  ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્‍હાના કામે યામાહા ગ્‍લેડીએટર મો.સા. જીજે૦૩ બીજે ૦૬૯૧ જેની કિ.રૂ.૧૧,૦૦૦ ની ચોરી થયેલ હોય હ્યુમન સોર્સીસ તથા નેત્રમ શાખાની મદદથી  પો.કોન્‍સ. ભાવિકભાઇ કોદાવલાની બાતમી આધારે મો.સા.સાથે આરોપી જસ્‍કુભાઇ રણજીતભાઇ જરૂ, કાઠી દરબાર ઉ.ર૪ રહે. દેવગઢ તા.મેદરડાને પકડી પાડેલ છે. ઉપરોકત કામગીરી ભવનાથ પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. એમ.સી. ચુડાસમા તથા નેત્રમ શાખાના પો.સ.ઇ.પ્રતિક મશરૂ સા. તથા એએસઆઇ રામદેભાઇ બામરોટીયા, એચસી યુસુભાઇ સીડા તથા પીસી સંદિપભાઇ વાઢીયા, ભાવિકભાઇ કોદાવાલા, કૌશીકભાઇ ડાકી, રાજુભાઇ ગરચર, અશ્વિનભાઇ મકડીયા, રોહિતભાઇ હડીયા તથા નેત્રમ શાખાનો સ્‍ટાફ વિગેરેએ કરેલ છે.

(1:42 pm IST)