Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જામનગર-લાલપુર બાયપાસ પાસે સેવા કેમ્‍પનો હજારોની સંખ્‍યામાં દરરોજ લાભ લેતા દ્વારકા જતા પદયાત્રિકો

રાજકોટ : શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં હોળી-ધુળેટી પર્વમાં ભવ્‍યતાથી ફુલડોલ ઉત્‍સવ ઉજવાય છે. આ ઉત્‍સવમાં દેશ-વિદેશથી ભાવિકો જોડાય છે ત્‍યારે પદયાત્રિકો પણ દ્વારકાધીશજીના દર્શન કરવા મોટી સંખ્‍યામાં  જાય છે. આ પદયાત્રિકોની સેવા માટે સેવા કેમ્‍પો યોજાય છે. ત્‍યારે જામનગરનાં લાલપુર બાયપાસ પાસે સેવા કેમ્‍પનું આયોજન કરાયુ છે. છેલ્લા ચાર થી પાંચ દિવસ દરમિયાન દરરોજ આ કેમ્‍પમાં ૩ થી સાડા ત્રણ હજાર ભાવિકો લાભ લે છે. હજુ આ કેમ્‍પ ચાર થી પાંચ દિવસ ચાલુ રહેશે. ભાવિકો માટે રહેવા - જમવાની સાથો-સાથ આરામની સુવિધા આપવામાં આવી છે. કેમ્‍પમાં કાલાવડનાં નવી નાગાજણના પ્રગતિશીલ ખેડૂત નીતેશભાઇ પટેલ, હરસુખભાઇ સાવલીયા (જામનગરવાળા), જીવાભાઇ ચીખલીયા, રણછોડભાઇ કાલસરીયા સહિત સેવાભાવીઓ જોડાઇને સેવા આપી રહ્યા છે. વધુ વિગત માટે કાલાવડ તાલુકાના નવી ના પ્રગતીશીલ ખેડૂત નીતેષભાઇ પટેલ (મો. ૯૮૭૯૯ ૮૮૯૬૬) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(1:43 pm IST)